21 હજાર રૂપિયા સુધીની સેલરીવાળાને સરકાર આપશે પેન્શન, ESIC હેઠળ મળશે પારિવારિક પેન્શન

કોરોનાના કારણે જીવ ગુમાવનારાના આશ્રિતોને કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ પારિવારિક પેન્શન આપવામાં આવશે

કોરોનાના કારણે જીવ ગુમાવનારાના આશ્રિતોને કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ પારિવારિક પેન્શન આપવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી. દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેર (Corona Second Wave)એ લાખો લોકોનો ભોગ લીધો છે. અનેક એવા પરિવાર છે જેઓએ ઘરમાં કમાણી કરનારા સભ્યોને ગુમાવ્યા છે. એવામાં કેન્ર્હ સરકારે એવા પરિવારોની મદદ કરવા માટે અનેક ઉપાયોની ઘોષણા કરી છે. કોવિડ-19 (Covid-19)ના કારણે જીવ ગુમાવનારના આશ્રિતોને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હેઠળ પારિવારિક પેન્શન (Family Pension) આપવામાં આવશે. EDLI યોજના હેઠળ મળનારા વીમાના લાભોને વધારવાની સાથોસાથ તેને ઉદાર બનાવી દેવામાં આવી છે.

  મહિને 21 હજાર પગારવાળા લોકોને મળશે પેન્શન

  ESICનો લાભ એ કર્મચારીઓને ઉપલબ્ધ છે, જેમની મહિનાની આવક 21 હજાર રૂપિયા કે તેનાથી ઓછી છે. જોકે, દિવ્યાંગજનોના મામલામાં આ મર્યાદા 25 હજાર રૂપિયાની છે. સરકારે કહ્યું કે આવા પીડિત પરિવાર સન્માનપૂર્વક જીવન જીવી શકે અને જીવન સ્તરને સારું બનાવી શકે છે.

  આ પણ વાંચો, રવિન્દ્ર જાડેજાનું દર્દ છલકાયું, ભારતીય ટીમથી બહાર થતાં દોઢ વર્ષ સુધી ઊંઘી નહોતો શક્યો

  24 માર્ચ 2020થી લાગુ થશે નિયમ

  આ લાભ 24 માર્ચ 2020થી લાગુ માનવામાં આવશે અને આ પ્રકારે તમામ મામલાઓ માટે આ સુવિધા 24 માર્ચ 2022 સુધી ઉપલબ્ધ થશે. આ વ્યક્તિઓના આશ્રિત પારિવારિક સભ્ય હાલના માપદંડો અનુસાર સંબંધિત કર્મચારી કે કામદારના સરેરાશ દૈનિક પગાક કે પારિશ્રમિકના 90 ટકાની બરાબર પેન્શનનો લાભ મેળવવા માટે હકદાર હશે.

  આ પણ વાંચો, PF ઉપાડવાનો નિયમ, જાણો ઇપીએફ એકાઉન્ટમાંથી કઇ રીતે ઓનલાઇન ઉપાડી શકાય નાણા

  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન

  EDLI યોજના હેઠળ મળનારા વીમા લાભોને વધારવાની સાથોસાથ ઉદાર બનાવી દીધા છે. અન્ય તમામ લાભાર્થીઓ ઉપરાંત આ યોજના વિશેષ રૂપે એ કર્મચારીઓના પરિવારની મદદ કરશે જેઓએ કોવિડના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. મહત્તમ વીમા લાભની રકમ 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે 2.5 લાખ રૂપિયાના લઘુત્તમ લાભની જોગવાઈને લાગુ કરી દીધી છે અને 15 ફેબ્રુઆરી 2020થી આગામી ત્રણ વર્ષ માટે પ્રભાવી થશે.
  Published by:Mrunal Bhojak
  First published: