ખેડૂતોને PM KISAN યોજનાનો લાભ લેવા 30 નવેમ્બર પહેલાં આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત

News18 Gujarati
Updated: November 22, 2019, 5:26 PM IST
ખેડૂતોને PM KISAN યોજનાનો લાભ લેવા 30 નવેમ્બર પહેલાં આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત
પ્રતિકાત્મક તસવીર

ભારત સરકારની યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આધાર કાર્ડ લિંક કરવા માટે 8 દિવસનો સમય બાકી

  • Share this:
અમદાવાદ : ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ જરૂરી છે. જો તમે પીએમ સન્માન નિધી (PM-Kisan Samman Nidhi Scheme) સ્કીમ સાથે તમારો આધાર કાર્ડ (Aadhaar Number) નંબર લિંક નથી કરાવ્યો તો તમને ભારત સરકારની યોજાના હેઠળ 6,000 રૂપિયાની સહાયતા નહીં મળે. મોદી સરકારે આ યોજના માટે આધાર કાર્ડ લિંક કરવાની અંતિમ તારખી 30 નવેમ્બર 2019 નક્કી કરી છે. આ યોજના માટે 9 દિવસ બાકી છે જ્યારે જમ્મુ-કાશ્મીર, લડાખ, આસામ અને મેઘાલયના ખેડૂતોને 31 માર્ચ 2020 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

24 ફેબ્રુઆરી પહેલાં સહાય કરવાની સરકારની યોજના


આ વર્ષે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વધુ 53 હજાર કરોડની સહાય મળશે. મોદી સરકાર 24 ફેબ્રુઆરી 2020 પહેલાં આ રકમ ખેડૂતોના ખાતામાં મૂકવાની તૈયારી કરી રહી છે. આ યોજનાની શરૂઆત આ વર્ષે 24 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 2019 ની સંસદીય ચૂંટણી પહેલા થઈ હતી. સરકાર આ તારીખ પહેલા ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કરવા માગે છે. ભારતના કૃષિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 34,000 કરોડની રકમ ખેડૂતોના બૅન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

6000 રૂપિયા મેળવવા માટે, 30 નવેમ્બર સુધી જરૂર કરો આ કામ 

પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા મેળવવા માટે આધાર નંબરને લિંક કરવાની છેલ્લી તારીખ હવે નજીક આવી રહી છે. જો કોઈ તેને લિંક કરવામાં વિલંબ કરે છે, તો 6000 રૂપિયા તેના ખાતામાં આવશે નહીં. આ માટે મોદી સરકારે 30 નવેમ્બર 2019 ની તારીખ નક્કી કરી છે. 
First published: November 22, 2019, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading