Home /News /business /PM Kisan Yojana Update: ક્યારે મળશે રુ. 2000, 12માં હપ્તા પહેલા આવ્યું મોટું અપડેટ

PM Kisan Yojana Update: ક્યારે મળશે રુ. 2000, 12માં હપ્તા પહેલા આવ્યું મોટું અપડેટ

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો ક્યારે આવશે? જાણો અહીં બધું જ.

PM Kisan Yojana Latest Updates : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kissan Yojana) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kissan Samman Nidhi Yojana) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની (PM Kisan Yojana 12th Installment) આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ત્યારે ખેડૂતો માટે આ અંગે સૌથી મોટા અપડેટ આવ્યા છે. આ અંગેના મીડિયા રિપોર્ટનું માનીએ તો આ હપ્તો 15 સપ્ટેમ્બર 2022 સુધીમાં ખેડૂતોના ખાતામાં રીલિઝ કરી દેવામાં આવશે. અહીં મહત્વનું છે કે સન્માન નિધિ યોજનાનો આ 12મો હપ્તો એવા જ ખેડૂતોને મળશે જેમણે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનું ઈ-કેવાયસી (PM Kissan Samman Nidhi Yojana e-KYC) પૂર્ણ કરી લીધું છે.

  Gold Silver Price Today: તમારા શહેરમાં આજે સોનું કેટલું સસ્તું થયું? જાણો

  આ રીતે મોકલવામાં આવે છે રુપિયા


  એપ્રિલ- જુલાઈનો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે આપવામાં આવે છે.

  ઓગસ્ટ- નવેમ્બરનો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી આપવામાં આવે છે.

  ડિસેમ્બર- માર્ચનો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ દરમિયાન લાભાર્થીને મોકલવામાં આવે છે.

  કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંર્ગત 11 હપ્તા રીલિઝ કર્યા છે અને છેલ્લો હપ્તો 31 મે 2022ના વિતરિત કરવામાં આવ્યો હતો.

  રિટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ

  આ રીતે પીએમ કિસાન યોજના હેઠળ ચેક કરી શકો તમારા હપ્તાનું સ્ટેટસ


  - સૌથી પહેલા pmkisan.gov.in વેબસાઈટ પર જાવ
  - આ વેબસાઈટમાં 'Farmers Corner' ઓપ્શન પર ક્લિક કરો.
  - અહીં તમે Beneficiary Status ઓપ્શન પર ક્લિક કરો.
  - જે બાદ ખેડૂત પોતાના ક્ષેત્ર સાથે જોડાયેલી જાણાકારી જેમ કે રાજ્ય, જિલ્લો, તાલુકો, ગ્રામ પંચાયત વગેરે માહિતી ભરે.
  - જે બાદ Get Reportના ઓપ્શન પર ક્લિક કરે
  - જે બાદ ખેડૂત સામે આવેલા લિસ્ટમાં પોતાના હપ્તા અંગેના સ્ટેટસને ચેક કરી શકે છે.

  શું પતિ-પત્ની બંનેને રકમ મળે છે?


  પીએમ કિસાન યોજના શરૂ કરતી વખતે ખેડૂતો સાથે છેતરપિંડી ન થાય તે માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. લોકો વારંવાર પૂછે છે કે શું પતિ-પત્નીને એકસાથે પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકે છે? તો તેનો જવાબ છે - ના. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત પરિવારમાં ફક્ત એક જ વ્યક્તિ વાર્ષિક છ હજાર રૂપિયા મેળવી શકે છે.

  PMFBY: પૂર કે ભારે વરસાદથી થયો છે પાક બરબાદ, કેન્દ્ર સરકાર આપશે વળતર, જાણો શું છે પ્રક્રિયા?

  આમને નહીં મળે યોજનાનો લાભ


  આ યોજનામાં વિવિધ બાકાત વર્ગો પણ છે. નિયમ મુજબ તમામ સંસ્થાગત જમીન ધારકોને આ યોજનાનો લાભ મળશે નહીં. ખેડૂત પરિવારો કે જેમાં બંધારણીય હોદ્દાના ભૂતપૂર્વ અને હાલના ધારકોનો સમાવેશ થાય છે તે આ યોજના માટે પાત્ર રહેશે નહીં. આ જ બાબત ખેડૂત પરિવારોને પણ લાગુ પડે છે, જેમાં "ભૂતપૂર્વ અને વર્તમાન મંત્રીઓ/રાજ્ય મંત્રીઓ અને લોકસભા/રાજ્યસભા/રાજ્ય વિધાનસભાઓ/રાજ્ય વિધાનસભાઓ/રાજ્ય વિધાન પરિષદના ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ અને વર્તમાન મેયરો, જિલ્લા પંચાયતોના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષોનો સમાવેશ થાય છે.

  Kiwi Farming દ્વારા માત્ર એક અકર જમીનમાં વર્ષે રુ.24 લાખથી વધુ કમાણી કરી શકો

  આ છે હેલ્પ લાઈન નંબર


  જો ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય તો તેઓ ટોલ-ફ્રી નંબર 155261 કોલ કરી શકે છે અથવા 1800115526, 011-23381092, 011-23382401 ડાયલ કરી શકે છે. આ ઉપરાંત ખેડૂતોની વધુ સવલત માટે આપવામાં આવેલ નવી હેલ્પ લાઈન નંબર 011-24300606 પર પણ સંપર્ક સાધી શકે છે. તેમજ ઈ-મેઇલ દ્વારા pmkisan-ict@gov.in પરથી પણ રજૂઆત કરી શકે છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Farmers News, PM Kisan Samman Nidhi Yojana, PM Modi Farmers

  विज्ञापन
  विज्ञापन