PM Kisan Tractor Yojna: ટ્રેક્ટર ખરીદવા પર મળશે 50 ટકાની સબ્સિડી, જાણો કેવી રીતે મળશે ફાયદો

PM Kisan Tractor Yojna: ખેડૂત કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર ખરીદી શકે છે અને તે પણ અડધી કિંમત પર, જાણો કેવી રીતે કરશો અરજી

PM Kisan Tractor Yojna: ખેડૂત કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર ખરીદી શકે છે અને તે પણ અડધી કિંમત પર, જાણો કેવી રીતે કરશો અરજી

  • Share this:
    PM Kisan Tractor Yojna: મોદી સરકાર (Modi Government) ખેડૂતોની આવક બમણી (Farmers’ Income Double) કરવાને લઈ અન્નદાતાઓ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. ખેડૂતો (Farmers)ને કૃષિ કામ માટે અનેક પ્રકારના મશીનોની જરૂર પડતી હોય છે. આ જરૂરિયાતોમાં ખેડૂતો માટે ટ્રેક્ટર (Tractor) ખૂબ જરૂરી હિસ્સો છે. ટ્રેક્ટરથી ખેડૂત વાવણીથી લઈને કાપી સુધી અનેક કામો કરે છે. જોકે, ભારતમાં અનેક ખેડૂતો એવા છે, જેઓ આર્થિક તંગીને કારણે ટ્રક્ટર વસાવી નથી શકતા.

    એવામાં તેઓ ટ્રેક્ટર ભાડે લે છે અથવા તો ખેતરના કામકાજ માટે હળનો ઉપયોગ કરે છે. એવામાં ખેડૂતોની મદદ માટે કેન્ર્ સરકારે ટ્રેક્ટર ખરીદવા પર સબ્સિડી (Farmers Tractor Subsidy) આપવાની યોજના શરૂ કરી છે. આ યોજનાને પીએમ કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojna)ના નામથી ઓળખવામાં આવે છે.

    આ પણ વાંચો, Gold Price Today: એક સપ્તાહમાં 410 રૂપિયા મોંઘું થયું સોનું, 60000 સુધી પહોંચી શકે છે કિંમત

    50 ટકા મળે છે સબ્સિડી- ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્ર્ સરકાર સબ્સિડી પૂરી પાડે છે. તેના માટે સૌથી સારી વાત એ છે કે ખેડૂત કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર ખરીદી શકે છે અને તે પણ અડધી કિંમત પર. બાકીના અડધા પૈસા સરકાર સબ્સિડી તરીકે આપે છે. અનેક રાજ્ય સરકારો ખેડૂતોને પોતપોતાના સ્તરે 20થી 50 ટકા સુધી સબ્સિડી પૂરી પાડે છે.

    આ પણ વાંચો, સરકારની આ સ્કીમથી હવે તમે ઉપાડી શકશો 5 લાખ રૂપિયા સુધીની રકમ, જાણો શું છે નવો નિયમ

    કેવી રીતે ઉઠાવશો લાભ- સરકારી એ જ ખેડૂતોને સબ્સિડી આપે છે જેઓ એક ટ્રેક્ટર ખરીદે છે. એટલે કે એક ટ્રેક્ટર ખરીદવા પર સબ્સિડી મળશે. તેના માટે ખેડૂતની પાસે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, બેંકની ડિટેલ, પાસપોર્ટ સાઇઝ ફોટોની જરુર પડશે. આ યોજના હેઠળ ખેડૂત કોઈ પણ નજીકના CSC સેન્ટર પર જઈને ઓનલાઇન એપ્લાય કરી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: