નવું ટ્રેક્ટર ખરીદવા પર સરકાર આપી રહી છે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી, જાણો વધારે વિગત

ટ્રેક્ટર ખરીદી પર સબસિડી

PM Kisan Tractor Yojana: ખેડૂતોને ખેતી માટે આધુનિક ઓઝારોની જરૂરિયાત રહે છે. પરંપરાગત ખેતી (Traditional farming)માં સમય વધારે લાગતો હોય છે. આથી સરકાર ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના લાવી છે.

  • Share this:
    નવી દિલ્હી. PM Kisan Tractor Yojana: કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે અનેક યોજનાઓ ચલાવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના (Kisan samman nidhi yojana) અંતર્ગત નાના ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા નાખવામાં આવે છે. આ ઉપરાંત સરકાર બિયારણ, ખાતર અને અનેક મશીનો પર સબસિડી (Subsidy) પણ આપે છે. સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે પણ સબસિડી આપે છે. નવા મશીનો અને ટ્રેક્ટરથી ખેતી કરવાનું કામ સરળ બને છે. કારણ કે તેનાથી સમય અને મહેનત બચી જાય છે.

    શું છે આ યોજના?

    ખેડૂતોને ખેતી માટે આધુનિક ઓઝારોની જરૂરિયાત રહે છે. પરંપરાગત ખેતી (Traditional farming)માં સમય વધારે લાગતો હોય છે. આથી સરકાર ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના લાવી છે. આ યોજના હેઠળ ટ્રેક્ટરની ખરીદી કરવા માંગતા ખેડૂતો સબસિડી માટે અરજી કરી શકે છે. જેનાથી તેઓ આધુનિક ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકે.

    ટ્રેક્ટર ખરીદી પર સબસિડી

    ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે કેન્દ્ર સરકાર સબસિડી (PM Kisan Tractor Yojana) આપે છે. જે અંતર્ગત ખેડૂતોને અડધી કિંમતે ટ્રેક્ટર મળે છે. બાકીની કિંમત સરકાર ચૂકવે છે. આ ઉપરાંત અનેક રાજ્ય સરકારો પણ ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે 20થી લઈને 50% સુધી સબસિડી આપે છે.

    આવી રીતે ઉઠાવો ફાયદો

    યાદ રાખો કે આ સહાય ફક્ત એક જ ટ્રેક્ટર પર જ આપવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારી પાસે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, બેંકની વિગતો, પાસપોર્ટ સાઇઝો ફોટોગ્રાફ હોવો જરૂરી છે. આ યોજનાનો લાભ લેવા માટે નજીકના CSC સેન્ટર પર જઈને અરજી કરી શકાય છે.

    ગુજરાતમાં ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી:

    ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી (https://agri.gujarat.gov.in/agri-implements-subsidies.htm) પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે 30,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ માટે અમુક શરતો પણ મૂકવામાં આવી છે. આ માટેનું અરજી ફોર્મ (https://agri.gujarat.gov.in/images/agrimain/pdf/tractor.pdf) અહીં ક્લિક કરીને મેળવી શકો છો.

    ઉત્તર પ્રદેશ સરકાર

    ખેડૂતોની અનેક મુશ્કેલીઓ જોઈને સરકાર તમામ સ્તરે તેમની મદદ કરે છે. આ જ રીતે ઉત્તર પ્રદેશ સરકાર ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે એક લાખ રૂપિયા સુધીની સબસિટી આપી રહી છે. ઉત્તર પ્રદેશ રાજ્યના ખેડૂતો જો ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેમણે 30 નવેમ્બર સુધી સબસિડી માટે અરજી કરવાની રહેશે.

    આ પણ વાંચો: Business ideas: શરુ કરો ડિસ્પોઝેબલ ગ્લાસ-કપના ઉત્પાદનનો બિઝનેસ, આટલી વસ્તુઓની પડશે જરૂર

    કોને મળે છે સબસિડી?

    મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સૌથી પહેલા ટ્રેક્ટર પર સબિસડી મળે છે. જોકે, સામાન્ય કેટેગરીમાં આવતા ખેડૂતોને પણ સરકારના નિયમ પ્રમાણે ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી મળે છે.

    ટ્રેક્ટર પર કેટલી સબસિડી મળે?

    - ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે 30% સબસિડી મળે છે.
    - આ સબસિડીનો લાભ હોર્ટિકલ્ચર વિભાગ તરફથી આપવામાં આવે છે.
    - સામાન્ય વર્ગના ખેડૂતોને 20 HP સુધી ટ્રેક્ટર ખરીદવા પર 75,000 રૂપિયા સુધી સબસિડીનો લાભ મળે છે.
    - અનુસૂચિત જાતિના ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધી સબસિડી મળે છે.
    - આ ઉપરાંત કૃષિ વિભાગ દ્વારા ટ્રેક્ટર ખરીદવા પર 25 ટકા સબસિડી આપવામાં આવે છે. અહીંથી ટ્રેક્ટર ખરીદવા પર 45,000 રૂપિયા સુધી સબસિડી મળે છે.

    આ પણ વાંચો: Business Ideas: 20,000 રૂપિયામાં શરૂ કરો આ છોડની ખેતી, આરામથી થશે 3.5 લાખની કમાણી, જાણો કેવી રીતે?

    નવું ટ્રેક્ટર ખરીદવા માટે શરતો:

    -સબસિડી માટે ખેડૂતો ઉત્તર પ્રદેશનો મૂળ નિવાસી હોય તે જરૂરી છે.
    - આ યોજનાનો લાભ રાજ્યના નાના અને સીમાંત ખેડૂતોને જ મળશે.
    - ખેડૂતનું નામ ખેતીના દસ્તાવેજમાં હોય તે જરૂરી છે.
    - એક ખેડૂતને ફક્ત એક ટ્રેક્ટરની ખરીદી સુધી જ સબસિડી મળશે.
    - પરિવારમાંથી એક જ ખેડૂત સબસિડી માટે અરજી કરી શકે છે.
    - આ યોજનાનો લાભ એવા જ ખેડૂતો લઈ શકે છે જેને ગત સાત વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર પાસેથી કોઈ જ સબસિડી ન મળી હોય.
    - સબસિડી માટે અરજી કરનાર ખેડૂતને અન્ય કોઈ કૃષિ મશીનની સબસિડીની લાભ નહીં મળે.

    સબસિડી માટે જરૂરી દસ્તાવેજ

    - અરજી કરનાર ખેડૂતનું ઓળખપત્ર
    - ખેડૂતના નામનો જમીનનો દસ્તાવેજ.
    - અરજી કરનાર ખેડૂતના બેંક ખાતાની વિગત તેમજ પાસબુક.
    - મોબાઇલ નંબર.
    - ખેડૂતનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ.
    Published by:Vinod Zankhaliya
    First published: