નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM KISAN) યોજનાનો હપ્તો રિલીઝ કરશે. પીએમ મોદી યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો નવમો હપ્તો (PM KISAN 9th Installment) રિલીઝ કરશે. નોંધનીય છે કે, પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2000 રૂપિયાના ત્રણ સરખા હપ્તા દ્વારા દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય (Farmers’ Financial Support) આપવામાં આવે છે. અત્યાર સુધી સરકાર ખેડૂતો (Farmers’ Income)ને 8 હપ્તાના નાણા આપી ચૂકી છે. આ યોજના હેઠળ નાણા સીધા ખેડૂતના બેંક ખાતામાં (DBT) જમા કરવામાં આવે છે.
પીએમ કિસાન યોજનાના લાભાર્થીનું નામ યાદીમાં છે કે નહીં? આવી રીતે કરો ચેક
>> સૌ પહેલા તો તમે પીએમ કિસાન યોજનાની અધિકૃત સાઈટ પર https://pmkisan.gov.in પર જાઓ.
>> અહીં હોમ પેજ પર તમને Farmers Cornerનો ઓપ્શન દેખાશે.
>> અહીં તમે Farmers Corner સેક્શનમાં Beneficiaries List પર ક્લિક કરો.
>> હવે ડ્રોપ ડાઉન લિસ્ટથી રાજ્ય, જિલ્લા અને ઉપજિલ્લા સાથે બ્લોક અને ગામની વિગતો ભરે.
>> આ પછી Get Report પર ક્લિક કરો. આ પછી લાભાર્થીનું લિસ્ટ સામે આવશે. તેમાં તમારું નામ ચેક કરી શકો છો.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા આવી રીતે કરો અરજી
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ લેવા માટે પહેલા ખેડૂતે ઓનલાઈન પોર્ટલ pmkisan.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આ વેબસાઈટ તમને ફાર્મર્સ કોર્નરના ઓપ્શનમાં દેખાશે. અહીં જઈને તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીં તમારા આધાર નંબર, કેપ્ચા ભરવાનું કહેવાશે. આ પછી એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી ડિટેલ માંગવામાં આવશે. બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપવાની રહેશે. આ સેવ કર્યા બાદ એક નવું પેજ ખુલશે અને તેમાં જમીનની જાણકારી રવાની રહેશે. તેમાં ખસરા નંબર અને ખાતા નંબર લખવાનો રહે છે. આ પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે.
અન્નદાતાના નામે જમીન હોવી જરૂરી
આ યોજનાનો લાભ લેવા માટે નિયમ મુજબ જમીન ખેડૂતના નામે હોવી જરૂરી છે. આ ઉપરાંત નહીં ખેડૂતના દાદા કે પિતાના નામે જમીન છે તો પણ તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. ફક્ત એ ખેડૂતોને આ લાભ મળશે જેના પોતાના નામ પર 2 હેક્ટર કે તેનાથી ઓછી જમીન હશે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 2019માં થયો હતો પ્રારંભ
નરેન્દ્ર મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પ્રારંભ કર્યો હતો. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભાર્થી ખેડૂતને વર્ષે 6000 રૂપિયા 2000ના હપ્તામાં મળે છે. આ યોજનામાં દરેક હપ્તામાં એક ખેડૂતને 2000 રૂપિયાની રકમ ખાતામાં મળે છે. મોદી સરકાર માને છે કે આ યોજનાથી ખેડૂત પરિવારો પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મેળવી શકે છે. ખેડૂતો પણ મોદી સરકારની આ યોજનાથી ખુશ જોવા મળે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર