PM KISAN Scheme: ખેડૂતો માટે ખુશખબરી, આ તારીખે જમા થશે 2000 રૂપિયા, ચેક કરો લિસ્ટમાં આપનું નામ!

PM KISAN Scheme: ખેડૂતો માટે ખુશખબરી, આ તારીખે જમા થશે 2000 રૂપિયા, ચેક કરો લિસ્ટમાં આપનું નામ!
સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા ક્રેડિટ કરવાની છે

સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા ક્રેડિટ કરવાની છે

  • Share this:
    નવી દિલ્હી. જો આપે પણ પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Scheme) માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો આપના માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં સરકાર આપના ખાતામાં 2000-2000 રૂપિયા ક્રેડિટ કરવાની છે. આ યોજના હેઠળ દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને સરકાર 6000 રૂપિયાની આર્થિક સહાયતા (Financial Support to Farmers) કરે છે. આપને આઠમા હપ્તાના પૈસા ટૂંક સમયમાં મળી જશે. આ યોજના હેઠળ લગભગ 9.5 કરોડ લાભાર્થી ખેડૂતોના ખાતામાં એક હપ્તાના રૂપમાં 2000 રૂપિયા આવે છે.

    ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સામાન્ય રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan Yojana)નો પહેલો હપ્તો 20 એપ્રિલ સુધી ફાળવી દેવામાં આવે છે. નિયમ મુજબ પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે ક્યારે પણ આવી શકે છે.



    આ પણ વાંચો, અહીં માત્ર 50 રૂપિયા જમા કરાવીને તમે કમાઈ શકો છો 50 લાખ, જાણો શું છે સ્કીમ?

    લિસ્ટમાં આવી રીતે ચેક કરો પોતાનું નામ-

    1. સૌથી પહેલા આપને પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in પર વિઝિટ કરવું પડશે.
    2. તેના હોમપેજ પર આપને Farmers Cornerનું ઓપ્શન જોવા મળશે.
    3. Farmers Corner સેક્શનની અંદર આપને Beneficiaries Listના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
    4. બાદમાં આપને ડ્રોપ ડાઉન લિસ્ટથી રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામને સિલેક્ટ કરવાનું રહેશે.
    5. ત્યારબાદ આપને Get Report પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીની સમગ્ર યાદી સામે આવી જશે, જેમાં તમે પોતાનું નામ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર, ફટાફટ ફોનમાં કરી લો સેવ, દૂર થશે તમામ પરેશાની


    જાણો કેમ થઈ રહી છે નાણા ટ્રાન્સફર થવામાં વિલંબ

    સૂત્રોનું કહેવું છે કે કોરોના સંકટના કારણે લાભાર્થીના વેરિફિકેશનની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત જે અપાત્ર ખેડૂતોને પહેલા તેનો લાભ મળ્યો છે તેના પૈસા વસૂલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પ્રક્રિયા પૂરી થયા બાદ લગભગ 9.5 કરોડ ખેડૂતોને પહેલા હપ્તાના રૂપમાં કુલ 19,000 કરોડ રૂપિયાની રકમ ઇશ્યૂ કરી દેવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:May 03, 2021, 10:12 am

    ટૉપ ન્યૂઝ