Home /News /business /PM Kisan Yojana: 30 નવેમ્બર સુધીમાં આ ખેડૂતોને 2000 મળી જશે, જાણો કઈ રીતે ફાયદો ઉઠાવી શકાય

PM Kisan Yojana: 30 નવેમ્બર સુધીમાં આ ખેડૂતોને 2000 મળી જશે, જાણો કઈ રીતે ફાયદો ઉઠાવી શકાય

જે ખેડૂતોને હજુ 12 મો હપ્તો નથી મળ્યો તેઓને 30 નવેમ્બર સુધીમાં મોકલવામાં આવી શકે છે.

PM Kisan Yojana: PM કિસાન સન્માન નિધિમાં એક મોટું અપડેટ આવ્યું છે. ઘણા ખેડૂતોને 13મા હપ્તા પહેલા 2000 રૂપિયા આપવામાં આવશે. આ રૂપિયા તે ખેડૂતોને આપવામાં આવશે કે, જેના ખાતામાં 12મા હપ્તાના પૈસા પહોંચ્યા નથી.

    PM Kisan Samman Nidhi: પીએમ કિસાન સમ્માન યોજના નાના અને ગરીબ ખેડૂતોને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી મોદીએ શરુ કરેલી છે. આ યોજના હેઠળ ખેડૂતોને કુલ 12 હપ્તા હેઠળ રૂપિયા મળી ચુક્યા છે. આ વખતે મોદી સરકારે ખેડૂતોના ખાતામાં 16000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જયારે 11 માં હપ્તામાં 21000 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. 11 માં હપ્તામાં 10 કરોડ ખેડૂતોને લાભ મળ્યો હતો. જયારે 12 માં હપ્તામાં 8 કરોડ ખેડૂતોને લાભ પ્રાપ્ત થયો હતો. જે ખેડૂતોને હજુ 12 મો હપ્તો નથી મળ્યો તેઓને 30 નવેમ્બર સુધીમાં મોકલવામાં આવી શકે છે.

    આ પણ વાંચો:Positive News: મોટી કંપનીઓમાં છટણી વચ્ચે આશા ન છોડતાં, આ ક્ષેત્રોમાં થઈ રહી છે બંપર ભરતી

    13 મા હપ્તા પહેલા મળશે 2000 રૂપિયા


    સરકારના માનવ મુજબ આ યોજના હેઠળ ઘણા એવા ખેડૂતો છે જે લાભાર્થી ન હોવા છતાં ખોટી રીતે ફાયદો લઇ રહ્યા છે. એટલે સરકારે E-KYC ફરજીયાત કર્યું છે. જેથી ઘણા ફર્જી ખેડૂતો આ લિસ્ટમાંથી રદ થઇ ગયા છે. તેમજ ઘણા લાયક ખેડૂતો પણ છે. જેઓ લાયક છે અને 12 મો હપ્તો મળ્યો નથી તેઓને 30 નવેમ્બર સુધીમાં રૂપિયા મોકલી દેવામાં આવશે. જેઓના રૂપિયા અટકાવવામાં આવ્યા છે તેઓ કૃષિ મંત્રાલયમાં ફરિયાદ કરી શકે છે. આ સિવાય તમે તમારા કૃષિ અધિકારીને પણ ફરિયાદ કરી શકો છો. સરકાર 12 માં હપ્તાના રૂપિયા 13 માં હપ્તા પહેલા  અને આ મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરી દેશે.

    આ પણ વાંચો:તમારી લાડકવાયીના લગ્નના ખર્ચની ચિંતા જરા પણ નહીં રહે, જો આ એક પગલું લીધું હશે

    આ હેલ્પલાઇન નંબર પર કૉલ કરો


    સરકારે ખેડૂતો માટે એક હેલ્પ લાઈન નંબર જાહેર કરેલો છે. જો તમે પ્રધાનમંત્રી સમ્માનનીધી યોજના હેઠળ એપ્લાય કયું છે તો, સ્ટેટસ ચેક કરવા માટે 155261 પર કોલ કરી શકો છો. તેના પરથી દરેક પ્રકારની જાણકારી મેળવી શકાય છે.

    આ પણ વાંચો:Tata, Zomato સહિત આ 10 શેરમાં વિદેશી રોકાણકારોને પૂરો વિશ્વાસ, કરી રહ્યા છે ભારે ખરીદી

    જાણો કઈ રીતે સ્ટેટસ તપાસવું


    - સૌવ પ્રથમ pmkisan.gov.in પર વિઝિટ કરો.

    - હોમ પેઈજ પર beneficiary status પર ક્લિક કરો.

    - હવે એક નવું પેઈજ ખુલશે.

    - તેમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એડ કરો.

    - હવે નીચે દર્શાવેલો કેપ્ચા કોડ દાખલ કરો.

    - get data પર ક્લિક કરતા તમારું સ્ટેટસ જોઈ શકાશે.


    આ ખેડૂતોને નહિ મળે ફાયદો


    આ યોજનાનો લાભ એજ લોકોને મળશે કે જેઓએ પોતાનું e-KYC કરેલું હશે. જેઓએ નહિ કરાવ્યું હોય તેઓની રકમ અટકી શકે છે. સરકારે તેના માટેની અંતિમ તારીખ 31 ઓક્ટોબર આપેલી  હતી. હવે તે સમય તો પસાર થઇ ગયો છે. તેમજ જો કોઈ ખેડૂત બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરી રહ્યો છે તો તેમને પણ આ રકમ મળવા પાત્ર નથી. કારણકે તેના માટે જમીનની માલિકી જરૂરી છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Agricultural, Government scheme, PM Kisan Samman Nidhi Scheme

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन