Home /News /business /PM Kisan Yojana: આ દિવસે ખાતામાં આવી જશે 13મોં હપ્તો, ઝડપથી તપાસો લિસ્ટમાં નામ છે કે નહિ
PM Kisan Yojana: આ દિવસે ખાતામાં આવી જશે 13મોં હપ્તો, ઝડપથી તપાસો લિસ્ટમાં નામ છે કે નહિ
ખેડૂતો PM કિસાન યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન પોતાની નોંધણી કરાવી શકે છે.
PM Kisan Sammannidhi Yojana: ખેડૂતો, પીએમ કિસાન યોજનાના 13માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ યોજના હેઠળ સરકાર ટૂંક સમયમાં 13માં હપ્તાની રકમ આપવા જઈ રહી છે. જેની તારીખ હવે ઘણી નજીક આવી રહી છે.
PM Kisan Sammannidhi Yojana: દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે. PM કિસાનનો 13મો હપ્તો (2,000 રૂપિયા) ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. PM કિસાન યોજનાના લાભાર્થીઓને ટૂંક સમયમાં 2,000 રૂપિયાનો હપ્તો મળવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. PM મોદી આવતા અઠવાડિયે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો જાહેર કરી શકે છે.
યોજનામાં નોંધાયેલા ખેડૂતો PM કિસાનના પોર્ટલ પર જઈને લાભાર્થીઓની યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સૌથી વધુ પસંદ કરવામાં આવતી યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય તરીકે દર વર્ષે 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે, જે સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. ખેડૂતો હવે 13માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
સરકારની આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેડૂતો PM કિસાન યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન પોતાની નોંધણી કરાવી શકે છે.
- ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે https://pmkisan.gov.in/ પર જાઓ.
- કિસાન કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM કિસાન યોજનાના પૈસા કેન્દ્ર સરકાર તરફથી 23 જાન્યુઆરી, 2023 ના રોજ જાહેર કરવામાં આવી શકે છે. આ દિવસ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પણ છે. જેને સરકાર પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે ખેડૂતોના ખાતામાં યોજનાના નાણાં મોકલવાની સંભાવના છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જો તમારું નામ યાદીમાં નથી તો તમે કિસાન સન્માન નિધિના 13 હપ્તાઓનો લાભ મેળવી શકશો નહીં. લિસ્ટમાં તમારું નામ જોવા માટે સૌથી પહેલા તમારે PM કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જવું પડશે. વેબસાઇટ ખોલ્યા પછી, મેનુ બાર જુઓ અને 'ખેડૂત કોર્નર' પર ક્લિક કરો. હવે લાભાર્થીની સૂચિ ટેબ પર ક્લિક કરો. અહીં તમારા રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા, બ્લોક અને ગામ વિશે માહિતી આપ્યા પછી, 'Get Report' પર ક્લિક કરો.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર