Home /News /business /PM Kisan Samman Nidhi Yojna: આગામી 3 દિવસોમાં ખેડૂતો પતાવી લે આ કામ નહીંતર નહીં મળે રુ.2000

PM Kisan Samman Nidhi Yojna: આગામી 3 દિવસોમાં ખેડૂતો પતાવી લે આ કામ નહીંતર નહીં મળે રુ.2000

કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે ઇ-કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2022 છે. (પ્રતિકાત્મક તસવીર)

PM Kisan Samman Nidhi Yojna Installment: દેશના 12 કરોડ ખેડૂતો માટે આગામી 3 દિવસો ખૂબ જ મહત્વના છે. જો તમે પણ ખેડૂત સમ્માન નિધિ યોજના હેઠળ રુ.2000ની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં મેળવવા માગતા હોવ અને જો ઈ કેવાયસી ન કર્યું હોય તો આ કામ માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું હશે તેમના જ બેંક એકાઉન્ટમાં આ યોજનાનો 12મો હપ્તો જમા થશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દેશના 12 કરોડ ખેડૂતો માટે કેન્દ્ર સરકારની મહત્વની કિસાન સમ્માન નિધિ યોજના જે અંતર્ગત ખેડૂતોને વર્ષમાં 3 વાર રુ. 2000ના હપ્તા સ્વરુપે કુલ રુ.6000 ચૂકવવામાં આવે છે. જો તમે પણ આ યોજના અંતર્ગત આવતા ખેડૂત છો અને તમારા બેંક ખાતામાં 12મો હપ્તો મેળવવા માંગો છો, તો આગામી ત્રણ દિવસમાં તમારું આ કામ ચોક્કસપણે પૂર્ણ કરો. સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ ઇ-કેવાયસી (e-KYC) માટેની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે. એટલે કે ઇ-કેવાયસી કરાવવા માટે ખેડૂતો પાસે ઓછો સમય બચ્યો છે. 31મી ઓગસ્ટ પહેલા આ કામ કરો, જેથી તમારો 12મો હપ્તો અટકી ન જાય.

    1 ઓક્ટોબરથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો આવશે, તમારા પર શું થશે અસર?

    સરકારે ડેડલાઈન પહેલાથી જ વધારી હતી

    જે ખેડૂતોએ e-KYC કર્યું છે તેમને જ PM કિસાન યોજનાનો લાભ મળશે. ઈ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જેને વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે. સરકારે છેલ્લી તારીખમાં ઘણી વખત ફેરફાર કર્યો છે. અગાઉ ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. પછી તે વધારીને 31મી મે અને હવે 31મી જુલાઈ બાદ છેલ્લે 31 ઓગસ્ટ કરવામાં આવી છે. આમ સરકારે અનેકવાર eKYC માટે સમયમર્યાદા વધારી છે.

    ટર્મ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે આ 5 ભૂલોથી બચવું જોઈએ, નહીંતર ક્લેમમાં આવી શકે મુશ્કેલી

    PM કિસાન યોજના

    ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. તેમાંથી એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ છે. સરકારની આ એક એવી યોજના છે, જેમાં ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે. દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. સરકાર આ પૈસા 3 સમાન હપ્તામાં મોકલે છે. એટલે કે કેન્દ્ર સરકાર દરેક હપ્તામાં 2,000 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. ખેડૂતોને અત્યાર સુધીમાં 11 હપ્તામાં નાણાં મળ્યા છે. તેનો 12મો હપ્તો પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે.

    India Post સાથે માત્ર રુ. 5000માં ફ્રેન્ચાઈઝી બિઝનેસ કરીને કમાઈ શકો છો તગડી રકમ

    કેવી રીતે કરવું e-KYC

    ખેડૂતો મોબાઈલ એપની મદદથી અથવા લેપટોપ અથવા કોમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. ઓનલાઈન eKYC પૂર્ણ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

    - આ માટે પહેલા PM કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ પર જાઓ

    - અહીં તમને ફાર્મર કોર્નર (Farmer Corner) સૌથી પહેલા eKYCની લિંક જોવા મળશે. લિંક પર ક્લિક કરતાં જ તમને આધાર નંબર માટે પૂછવામાં આવશે.

    - પછી તમે તમારો આધાર નંબર અને ઇમેજ કોડ એન્ટર કરીને સર્ચ બટન પર ક્લિક કરો. ત્યાર બાદ મોબાઈલ નંબર નોધાવો. નોંધનીય છે કે તમારે એ જ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે જે આધાર સાથે લિંક છે.

    - તે પછી મોબાઈલ પર આવેલો OTP દાખલ કરો. આ સાથે તમારું eKYC પૂર્ણ થઈ જશે. જો તમને ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં કોઈ સમસ્યા આવે તો તમે આધાર સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Farmers News, Kisan samman nidhi scheme, PM kisan Samman Nidhi Yojna

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन