Home /News /business /PM Kisan Samman Nidhi Yojana: જો લાભાર્થી ખેડૂતનું મૃત્યુ થાય તો રૂ.6000 મળશે કે નહિ? જાણો શું છે નિયમ
PM Kisan Samman Nidhi Yojana: જો લાભાર્થી ખેડૂતનું મૃત્યુ થાય તો રૂ.6000 મળશે કે નહિ? જાણો શું છે નિયમ
PM કિસાન સન્માન નિધિ હેઠળ 13મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોને આપવામાં આવશે.
PM Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતને વાર્ષિક 6000 રૂપિયા પીએમ સમ્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવે છે. પરંતુ જો લાભાર્થીનું મૃત્યુ થાય તો આ હપ્તાનો લાભ કોને મળે? જાણો અહીં વિગતવાર.
PM Kisan Samman Nidhi Yojana: PM કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં વધુ સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. આ યોજના વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જોકે આ 6000 રૂપિયા 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે. ખેડૂતોને વર્ષમાં 3 વખત એટલે કે ચાર-ચાર મહિનાના અંતરે આ હપ્તા મળે છે.
આગામી ટૂંક સમયમાં જ ખેડૂતોને PM કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો આપવામાં આવશે. અહીં 13મો હપ્તો ત્યારે જ મળશે જ્યારે રજીસ્ટ્રેશન થઈ ગયું હોય. પરંતુ શું તમે વિચાર્યું છે કે જો આ યોજનામાં લાભાર્થીનું મૃત્યુ થાય છે તો આ રૂપિયા કોને મળશે. તો ચાલો જાણીએ.
PM કિસાન સન્માન નિધિ હેઠળ 13મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોને આપવામાં આવશે. જો તમે આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂત છો તો તમને આ યોજનાનો લાભ મળશે. પરંતુ જો કોઈ ખેડૂતનું આકસ્મિક રીતે મૃત્યુ થાય છે તો તેને ચોક્કસપણે આ યોજનાનો લાભ મળે છે. જો લાભાર્થીનું મૃત્યુ થાય છે તો તે ખેડૂત કે જેની પાસે ખેતીની જમીન છે તેના વારસદારને આ યોજનાનો લાભ મળે છે. જો કે ખેડૂતના તે વારસદારે અલગથી પોર્ટલમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત એ પણ જોવામાં આવશે કે આ વારસદાર ખેડૂત સરકારની શરતો પૂરી કરે છે કે નહીં.