આ યોજના હેઠળ ખેડૂતોને મળશે પૈસા, પણ 30 નવેમ્બર પહેલા કરવું પડશે આ કામ

News18 Gujarati
Updated: November 16, 2019, 5:04 PM IST
આ યોજના હેઠળ ખેડૂતોને મળશે પૈસા, પણ 30 નવેમ્બર પહેલા કરવું પડશે આ કામ
મોદી સરકાર(Government of India) 24 ફેબ્રુઆરી 2020 પહેલા 53,000 કરોડની રકમ ખેડૂતોના બૅન્ક ખાતામાં મોકલાવાની તૈયારી કરી રહી છે.

મોદી સરકાર(Government of India) 24 ફેબ્રુઆરી 2020 પહેલા 53,000 કરોડની રકમ ખેડૂતોના બૅન્ક ખાતામાં મોકલાવાની તૈયારી કરી રહી છે.

  • Share this:
આ વર્ષે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ ખેડૂતોને વધુ 53 હજાર કરોડની સહાય મળશે. મોદી સરકાર 24 ફેબ્રુઆરી 2020 પહેલાં આ રકમ ખેડૂતોના ખાતામાં મૂકવાની તૈયારી કરી રહી છે. આ યોજનાની શરૂઆત આ વર્ષે 24 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 2019 ની સંસદીય ચૂંટણી પહેલા થઈ હતી. સરકાર આ તારીખ પહેલા ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કરવા માગે છે. ભારતના કૃષિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 34,000 કરોડની રકમ ખેડૂતોના બૅન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

6000 રૂપિયા મેળવવા માટે, 30 નવેમ્બર સુધી જરૂરી છે આ કામ - પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા મેળવવા માટે આધાર નંબરને લિંક કરવાની છેલ્લી તારીખ હવે નજીક આવી રહી છે.

>> જો કોઈ તેને લિંક કરવામાં વિલંબ કરે છે, તો 6000 રૂપિયા તેના ખાતામાં આવશે નહીં. આ માટે મોદી સરકારે 30 નવેમ્બર 2019 ની તારીખ નક્કી કરી છે.



>> જો તમે આ સમય દરમિયાન આવું ન કર્યું હોય, તો 6000 રૂપિયા ખેતી માટે મદદ કરશે નહીં. જો કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, આસામ અને મેઘાલયના ખેડૂતોને 31 માર્ચ 2020 સુધી આ તક આપવામાં આવી છે.
>> જ્યારે સરકારે આ યોજના શરૂ કરી, ત્યારે તેમાં ફક્ત 12 કરોડ એવા ખેડૂતોને આવરી લેવામાં આવ્યા જેની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે.>> ફરીથી સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળની પહેલી બેઠકમાં 14 કરોડ 50 લાખ ખેડૂતો માટે સન્માન નિધિને મંજૂરી આપી હતી.

>> ત્યારબાદ યોજનાનું બજેટ વધારીને 87 હજાર કરોડ કરવામાં આવ્યું. તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 34000 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर