Home /News /business /PM Kisan Yojana: સરકારી લાભોનો ખોટો ફાયદો લેશો તો રૂપિયા પરત કરવા પડશે, ચેક કરો તમારું નામ

PM Kisan Yojana: સરકારી લાભોનો ખોટો ફાયદો લેશો તો રૂપિયા પરત કરવા પડશે, ચેક કરો તમારું નામ

જે ખેડૂતો લાભાર્થી નથી તેઓ પણ ખોટી રીતે આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે.

PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ઘણા લોકો ખોટી રીતે જોડાઈને ફાયદો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં અયોગ્ય ખેડૂતો સામે વસૂલાત કરવામાં આવી રહી છે.

    PM kisan 12th Installment: પીએમ કિસાન સમ્માનનીધી યોજના કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓમાની એક છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. ઓકટોબર મહિનામાં કેન્દ્ર સરકારે 2000 રૂપિયાનો બારમો હપ્તો ખેડૂતોને આપ્યો હતો. તેમાં ઘણા એવા ખેડૂતો પણ છે જેઓએ આ લાભનો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો છે. જેને લઈને સરકાર પણ હવે સતર્ક થઇ ગઈ છે. અયોગ્ય ખેડૂતો કે જેઓ લાભાર્થી નથી, તેની પાસેથી સરકાર દ્વારા રૂપિયા પાછા લેવાઈ રહ્યા છે.

    આ પણ વાંચોઃ Gujarat Assembly Election: તમારા એક વોટ પાછળ સરકારના કેટલા રુપિયા ખર્ચ થાય છે?

    નોટિસ જાહેર કરવામાં આવી


    હાલમાં પ્રાપ્ત આંકડા સરકાર માટે ચોકનારા હતા. કારણે કે, આ વખતે લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જયારે 11 મો હપ્તો આપવામાં આવ્યો હતો ત્યારે લાભાર્થીની સંખ્યા 10 કરોડ હતી. પરંતુ જયારે આ વખતે 12 મા હપ્તામાં  તે અંક નીચે આવ્યો અને સંખ્યા રહી 8 કરોડ. જે એ વાતને સાબિત કરે છે કે જે ખેડૂતો લાભાર્થી નથી તેઓ પણ ખોટી રીતે આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. તેના વિરુદ્ધ સરકાર નોટિસ કાઢી રહી છે કે જેઓ અયોગ્ય છે. અતિયાર સુધીમાં ઘણી નોટિસ જાહેર થઇ ગઈ છે અને તેમાં રૂપિયા પરત કરવા કહેવામાં આવ્યું છે.

    આ  લોકોને નથી મળવા પાત્ર


    - જે ખેડૂતો બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરી રહ્યા છે. તેઓને મળવા પાત્ર નથી. કારણકે, જમીનની માલિકી જરૂરી છે.

    - જે કોઈ ખેડૂત કે તેના ઘરના સભ્યમાંનું કોઈ બંધારણીય સત્તા પર નોકરી કરતા હોય તો તેઓને પણ આ રકમ મળવા પાત્ર નથી.

    - ડૉક્ટર, એન્જીનીયર, સીએ, વકીલ, આર્કિટેક જેવા પ્રેફેશનલ ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓ કે જેઓ ખેતી પણ કરતા હોય તો પણ ગેરલાયક રહેશે.

    - આ સિવાય જે નિવૃત સરકારી કર્મચારી કર્મચારી છે અને મહિનાના 10,000 કે તેથી વધુ પેન્શન આવી રહ્યું છે તેઓને પણ આ લાભ મળવા પાત્ર નથી.

    આ પણ વાંચોઃ આજે ખૂલ્યા Medanta અને Bikaji Foodsનો IPO, રુપિયા લગાવતા પહેલા વાંચો એક્સપર્ટની સલાહ

    અહીં સંપર્ક કરીને તપાસો


    - જાણકારી માટેનું ઓફિશ્યિલ ઇમેઇલ આઈડી pmkisanict@gov.in

    - હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 (ટોલફ્રી) અથવા 01123381092


    ખેડૂતોને વાર્ષિક રૂ.6000 મળે છે


    તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન રાશિ હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતોની આર્થિક હાલતમાં સુધારો આવે તેથી આ રકમ સીધીજ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે. વર્ષ દરમ્યાન 2000 રૂ. ના ત્રણ હપ્તા જમા કરાવવામાં આવે છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Farmers News, Government scheme, PM KISAN benefits, PM Kisan Samman Nidhi Yojana

    विज्ञापन
    विज्ञापन