Home /News /business /PM Kisan Samman Nidhi Yojana: બજેટ 2023માં ખેડૂતોને મળી શકે છે લાભ, તો મળશે 8,000 રૂપિયા!
PM Kisan Samman Nidhi Yojana: બજેટ 2023માં ખેડૂતોને મળી શકે છે લાભ, તો મળશે 8,000 રૂપિયા!
ખેડૂતોને વાર્ષિક કુલ 8000 રૂપિયા મળી શકે છે.
PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાનનો 13મો હપ્તો જાન્યુઆરી 2023માં જ આવવાનો છે. કેન્દ્ર સરકાર બજેટમાં ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. નાણામંત્રી ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની જાહેરાત કરી શકે છે.
PM Kisan Samman Nidhi Yojana: દેશના આગામી બજેટ 2023થી ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. 1 ફેબ્રુઆરી 2023 ના રોજ, દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરશે. કરદાતાઓથી લઈને ખેડૂતો સુધી આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે, દેશની સામાન્ય ચૂંટણી વર્ષ 2024માં યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આ વખતે બજેટમાં ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. નાણામંત્રી ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની જાહેરાત કરી શકે છે.
કેટલી રકમ વધી શકે
પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વાર્ષિક 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ખેડૂતોને આપવામાં આવતી રકમને હવે 3ની જગ્યાએ 4 ભાગમાં વહેંચી શકાય છે. દરેક ક્વાર્ટર પર સમાન 2000 રૂપિયાનો હપ્તો આપી શકાય છે. વર્તમાન સિસ્ટમમાં, આ હપ્તો 4 મહિનાના અંતરે આપવામાં આવે છે. તે મુજબ ખેડૂતોને દર ત્રણ મહિને 2000 રૂપિયા મળશે. એટલે કે તેમને વાર્ષિક કુલ 8000 રૂપિયા આપી શકાય છે.
કેન્દ્રની મોદી સરકારે ઘણા સમય પહેલા લક્ષ્ય નક્કી કર્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવી છે. તેનો ટાર્ગેટ પણ વર્ષ 2022 માટે રાખવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાને કારણે દેશને ઘણા પાસાઓ પર વિચારવું પડ્યું. ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં ખેડૂતોને 2000 રૂપિયાના 12 હપ્તા આપવામાં આવ્યા છે. તેનો ત્રીજો હપ્તો જાન્યુઆરી 2023માં જ આવવાનો છે.
ક્યારે આવશે હવેનો હપ્તો
પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો જાન્યુઆરી 2023માં જ આવવાનો છે. જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પીએમ નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો જમા કરશે. જેમાં કુલ 13 કરોડ ખેડૂત પરિવારોને પૈસા મળવાના છે. જો કે, આ પહેલા જેઓએ ekyc અને અન્ય ધારા-ધોરણોને પૂર્ણ કર્યા છે તેમને જ પૈસા મળશે.
PM કિસાન યોજના વિષે
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, લાભાર્થી ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા આપવામાં આવે છે. કુલ વાર્ષિક રકમ 6000 રૂપિયા છે. તે સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. એક વર્ષમાં કુલ 3 હપ્તા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ગયા વર્ષે બજેટ 2022માં સરકારે આ યોજના માટે 68,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર