Home /News /business /PM Kisan Samman Nidhi Yojana: ખેડૂતો આનંદો, કેન્દ્ર સરકારે e-KYC માટેની અંતિમ તારીખ લંબાવી, તમામને થશે ફાયદો

PM Kisan Samman Nidhi Yojana: ખેડૂતો આનંદો, કેન્દ્ર સરકારે e-KYC માટેની અંતિમ તારીખ લંબાવી, તમામને થશે ફાયદો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના

PM Kisan Samman Nidhi Yojana e-KYC: મોદી સરકારે હવે યોજનાનો લાભ લેવા માટે જરૂરી e-KYCની મુદત વધારી છે. પીએમ કિસાન પોર્ટલ પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે.

    મુંબઇ. PM Kisan Scheme: પીએમ કિસાન યોજના (PM Kisan Samman Nidhi Yojana) અંતર્ગત હવે ખેડૂતોને 11મા હપ્તાની રાહ છે. અત્યારસુધી ખેડૂતોના ખાતામાં 10 હપ્તાની રકમ જમા થઈ ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર એપ્રિલ મહિનામાં ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો જમા કરશે. જોકે, આ પહેલા જ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારની જાહેરાત પ્રમાણે કિસાન યોજના અંતર્ગત સહાય મેળવવા માટે e-KYC ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બીજી તરફ ઇ-કેવાયસી મામલે સરકારે ખેડૂતોને થોડી રાહત આપી છે. સરકારે આ મામલે નવી જાહેરાત કરી છે.

    સરકારની જાહેરાત


    મોદી સરકારે હવે યોજનાનો લાભ લેવા માટે જરૂરી e-KYCની મુદત વધારી છે. પીએમ કિસાન પોર્ટલ પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે. જે પ્રમાણે હવે e-KYC માટે નવી તારીખ 22 મે 2022 આપવામાં આવી છે. પહેલા આ માટે અંતિમ તારીખ 31 માર્ચ, 2022 હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કિસાન યોજના માટે નોંધાયેલા ખેડૂતોને આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે.

    આ રીતે કરો e-KYC


    ઇ-કેવાયસી પીએમ કિસાન મોબાઇલ એપ અથવા વેબસાઇટના માધ્યમથી કરી શકાય છે. ઓનલાઈન કેવાયસી પૂર્ણ કરવા માટે નીચેના ચાર સ્પેપ્સ ફોલો કરવા પડશે.

    1) સૌથી પહેલા પીએમ કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ પર જાઓ.

    2) અહીં તમારે ફાર્મર્સ કોર્નર (Farmers corner) પર જઈને eKYC લિંક ખોલવાની રહેશે. ક્લિક કરતાની સાથે આધાર નંબર દાખલ કરવાનું કહેવામાં આવશે.

    3) અહીં આધાર (Aadhaar Card) નંબર અને ઇમેજ કોડ દાખલ કરીને સર્ચ બટન પર ક્લિક કરો. બાદમાં મોબાઇલ નંબર દાખલ કરો. અહીં તમારે એ જ મોબાઇલ નંબર દાખલ કરવાનો છે જે આધાર સાથે લિંક હોય.

    4) બાદમાં ઓટીપી દાખલ કરો. આ સાથે જ તમારું e-KYC પૂર્ણ ગણાવશે. જો આ માટે તમને કોઈ સમસ્યા આવે છે તો આધાર સેવા કેન્દ્ર પર સંપર્ક કરી શકાય છે.

    પીએમ કિસાન યોજનાની યાદીમાં તમારું નામ છે કે નહીં તે તપાસો:


    પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થીની યાદીમાં તમારું નામ pmkisan.gov.in પોર્ટલ પર ચેક કરી શકો છો.

    સ્ટેપ-1: Pmkisan.gov.in પર ક્લિક કરો

    સ્ટેપ-2: વેબસાઇટ ખૂલ્યા બાદ મેનૂ બારમાં ફાર્મર કોર્નર પર જાઓ.

    સ્ટેપ-3: લાભાર્થી લિસ્ટ/બેનિફીશિયરી લિસ્ટ ટેબ પર ક્લિક કરો.

    સ્ટેપ-4: તમારું રાજ્ય, જીલ્લો, તાલુકો, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો.

    સ્ટેપ-5: ત્યાર બાદ તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ તમને જાણકારી મળી જશે.

    જે ખેડૂતોને આ યોજના અંતર્ગત સરકાર તરફથી લાભ આપવામાં આવ્યો છે તેમના પણ નામ રાજ્ય/જીલ્લો/તાલુકો/ગામ પ્રમાણે જોઇ શકાશે.

    લિસ્ટમાં નામ ન હોય તો ક્યાં કરવી રજૂઆત


    જો ઉપરના લિસ્ટમાં તમારું નામ નથી તો તમે પીએમ કિસાન સન્માન હેલ્પલાઇન 011-24300606 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય કોઇ પણ જાણકારી મેળવવા તમે હેલ્પલાઇન નંબર 155261 પર ફોન કરી શકો છો. આ ઉપરાંત પીએમ કિસાન ટોલ ફ્રી નંબર 18001155266 અને પીએમ કિસાન લેન્ડલાઇન નંબર 011-23381092, 233822401 પણ છે. આ સિવાય વધુ એક નંબર 0120-6025109 અને ઇમેઇલ આઇડી pmkisanict@gov.in છે.

    આ પણ વાંચો: નવું ટ્રેક્ટર ખરીદવા પર સરકાર આપી રહી છે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી

    PM-KISAN યોજનાનો ઉદ્દેશ્ય


    PM-KISAN દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ ઘરેલું જરૂરિયાતો સંબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે તેમની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા સહાયતા કરવાની એક નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. સરકારે યોજના માટે પરિવારની વ્યાખ્યા આપી છે તેમાં પતિ, પત્ની અને નાના બાળકોનો ઉલ્લેખ કર્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન તેના ખેડૂત પરિવારોને ઓળખ કરશે, જેઓ આ યોજનાની ગાઇલાઇન્સ અનુસાર સહાય મેળવવા પાત્ર ઠરે છે. આ સહાય સીધી જ લાભ મેળવનારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. પરિવારનો માત્ર એક જ સભ્ય પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી શકે છે.

    આ પણ વાંચો: કિસાન વિકાસ પત્ર કેવી રીતે ખરીદી શકાય? કેટલા સમયમાં રોકાણ ડબલ થાય?

    આ રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન


    પીએમ કિસાન સ્કીમમાં રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે કરાવી શકો છો. ખેડૂતો ઇચ્છે તો કોમન સર્વિસ સેન્ટર પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકે છે, અથવા તો ઓનલાઇન પણ કરી શકે છે.

    સ્ટેપ-1: https://pmkisan.gov.in/ પર જઇને ફાર્મર કોર્નર પર જાઓ.

    સ્ટેપ-2: New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો.

    સ્ટેપ-3: આધાર કાર્ડ નંબર દાખલ કરો. સાથે જ કેપ્ચ કોડ દાખલ કરીને રાજ્ય પસંદ કરો અને પ્રોસેસ આગળ વધારો.

    સ્ટેપ-4: તમારી સામે જે ફોર્મ આવે તેમાં તમારી તમામ વિગતો દાખલ કરવાની રહેશે. સાથે જ બેંક એકાઉન્ટની વિગત અને ખેતી સાથે જોડાયેલી તમામ જાણકારી આપવાની રહેશે. ત્યાર બાદ તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kyc, PM-KISAN, કૃષિ, ખેડૂતો

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन