પીએમ-કિસાન સમ્માન નિધિ સ્કીમ : PM મોદી આજે 7 કરોડ અન્નદાતાઓને આપશે 14,000 કરોડ રૂપિયાની ભેટ!

News18 Gujarati
Updated: January 2, 2020, 7:56 AM IST
પીએમ-કિસાન સમ્માન નિધિ સ્કીમ : PM મોદી આજે 7 કરોડ અન્નદાતાઓને આપશે 14,000 કરોડ રૂપિયાની ભેટ!
બજેટ 2020માં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમના બીજા ચરણની જાહેરાત થઈ શકે છે, વધી શકે છે e-NAM સ્કીમનો વ્યાપ

બજેટ 2020માં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમના બીજા ચરણની જાહેરાત થઈ શકે છે, વધી શકે છે e-NAM સ્કીમનો વ્યાપ

  • Share this:
નવી દિલ્હી : ફેબ્રુઆરીમાં રજૂ થનારા જનરલ બજેટમાં ખેડૂતોને ફરી એકવાર ભેટ મળી શકે છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાની રાશિને ચાલુ રાખવામાં આવશે. જોકે, હજુ સુધી પહેલા ચરણમાં માત્ર 8.5 કરોડ ખેડૂતોને જ તેનો ફાયદો મળ્યો છે. એવામાં આ વખતે તેના માટે બજેટ ઘટાડીને 55,000 કરોડ કરવામાં આવી શકે છે. પહેલા ચરણમાં આ બજેટ 87,000 કરોડ રૂપિયા હતા. ગુરુવાર 2 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના તુમકુરમાં આયોજિત એક સભાથી બીજા ચરણની પહેલો હપ્તો જાહેર કરશે. તેમાં દેશના લગભગ 7 કરોડ ખેડૂતોને 14,000 કરોડ રુપિયા ગિફ્ટ મળશે.

બજેટમાં નાણા મંત્રી કરી શકે છે જાહેરાત

>> આવનારા જનરલ બજેટમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ ચાલુ રાખવાની ઔપચારિક જાહેરાત કરી શકે છે. જોકે તે પહેલા તેનો એક હપ્તો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી ચૂક્યો છે.

>> ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા ખાતામાં મળશે. જેનો અર્થ એ છે કે તેની રકમ હાલ વધારવામાં નહીં આવે. દેશના તમામ 14.5 કરોડ ખેડૂતોને પૈસા મળશે.
>> આ સ્કીમ હેઠળ અત્યાર સુધી 9.2 કરોડ ખેડૂતોનો ડેટા મળ્યો છે. ખેડૂતોને લગભગ 50,000 કરોડ રૂપિયાની રકમ મળી છે.

કોલ્ડ સ્ટોરેજ ખોલવા માટે મળી શકે છે ટેક્સ ઇન્સેન્ટિવ>> બજેટમાં કોલ્ડ સ્ટોરેજ ખોલવા માટે ટેક્સ ઇન્સેન્ટિવ મળી શકે છે. તેના માટે સસ્તી લોન આપવાની જાહેરાત થઈ શકે છે.
>> e-NAM સ્કીમનો વ્યાપ વધારવા અને તમામ માર્કેટોને જોડવા માટે 1,000 કરોડની ફાળવણી શક્ય છે.
>> ગ્રામ્ય હાટ માટે 2,000 કરોડ રૂપિયાની ફાળવણી શક્ય છે. એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ માટે પણ વધારાનું ફંડ્સની ફાળવણી થશે.


ચોથા હપ્તાના પૈસા મેળવવા માટે આ છે શરતો

>> સાંસદ, ધારાસભ્ય, મંત્રી અને મેયરને પણ લાભ નહીં આપવામાં આવે, ભલે તેઓ ખેતી કેમ ન કરતા હોય.
>> કેન્દ્ર કે રાજ્ય સરકારમાં અધિકારી તથા 10 હજારથી વધુ પેન્શન મેળવનારા ખેડૂતોને લાભ નહીં મળે.
>> વ્યવસાયી, ડૉક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ, આર્કિટેક્ટ, જેઓ ખેતી પણ કરે છે તેમને આ લાભ નહીં મળે.
>> ગત નાણાકીય વર્ષમાં ઇન્કમ ટેક્સની ચૂકવણી કરનારા આ લાભથી વંચિત રહેશે.
>> જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકારના મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ચતુર્થ શ્રેણી/સમૂહ ડી કર્મચારીઓને લાભ મળશે.

આ પણ વાંચો, અમેરિકા, ભારત સહિત દુનિયાના 5 સૌથી શક્તિશાળી દેશોના માથે છે કેટલું દેવું!
First published: January 2, 2020, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading