ખેતી માટે 5.6 કરોડ ખેડૂતોના ખાતામાં 4-4 હજાર રુપિયા આવ્યા, શું તમને મળ્યા?

ખેતી માટે 5.6 કરોડ ખેડૂતોના ખાતામાં 4-4 હજાર રુપિયા આવ્યા, શું તમને મળ્યા?

લાખો ખેડૂતો અધિકારીઓના વલણથી આ સ્કીમનો લાભ લઈ શકતા નથી

 • Share this:
  મોદી સરકારે દેશના લગભગ પોણા છ કરોડ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ચાર-ચાર હજાર રુપિયા ખેતી-કિસાની માટે મોકલી આપ્યા છે. જોકે નવ કરોડ ખેડૂત પરિવાર હજુ પૈસાની રાહ જોઈ રહ્યા છે. આવા ખેડૂતોને જિલ્લાના કૃષિ અધિકારીઓ અને લેખપાલોની લાપરવાહીના કારણે લાભ મળી રહ્યો નથી. આવા ખેડૂતો સીધા મંત્રાલયમાં ફોન કરીને ખેડૂત હેલ્પ ડેસ્ક (PM-KISAN Help Desk) ના ઇ-મેઈલ Email (pmkisan-ict@gov.in)પર સંપર્ક કરી શકે છે. ત્યાં જો વાત ના પતે તો ફોન નંબર 011-23381092 (Direct HelpLine) પર કોલ કરી પોતાની સમસ્યા જણાવી શકે છે.

  આવા જ એક ખેડૂત છે બુલંદશહેરના ગામ અસદપુરઘેડના ચંદ્રમણિ આર્ય. જેમણે ઉત્તર પ્રદેશ સરકારને લખ્યું છે કે તે નિયમો પ્રમાણે PM કિશાન સન્માન નિધિના દાયરામાં આવે છે. તેનું પ્રથમ લિસ્ટમાં નામ પણ આવી ચૂક્યું છે. લેખપાલને મળીને તેણે લિસ્ટમાં નામ ચેક પણ કર્યું હતું. જોકે બાદમાં તેનું નામ કપાઈ ગયું હતું અને કિશાન સન્માન નિધિના પૈસા મળ્યા નથી. ખેતી સિવાય આવકનો અન્ય કોઈ સ્ત્રોત પણ નથી.

  આ પણ વાંચો - કેશ લેવડ-દેવડ પર મોદી સરકાર કરી રહી છે નિયમોમાં ફેરફાર

  ચંદ્રપાણ આર્યએ કહ્યું હતું કે તેણે પોતાના ક્ષેત્રના લેખપાલ સાથે સંપર્ક કર્યો હતો પણ તે ફોન ઉઠાવતા નથી. લેખપાલના આ વ્યવહારને લઈને ગ્રામ પ્રધાનને જણાવ્યું હતું પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આર્ય જેવા લાખો ખેડૂતો અધિકારીઓના વલણથી આ સ્કીમનો લાભ લઈ શકતા નથી. 21 જુલાઈ સુધીના રિપોર્ટ પ્રમાણે 5,59,66,241 ખેડૂતોને સ્કીમનો લાભ મળી ચૂક્યો છે. જોકે દેશમાં 14.5 કરોડ ખેડૂતો છે.

  યૂપીને આ યોજનાનો સૌથી વધારે મળ્યો છે. બીજેપી શાસિત ગુજરાતમાં 38.34 લાખ, હરિયાણામાં 11.95 લાખ, મહારાષ્ટ્રમાં 52.44 લાખ અને ઉત્તરખંડમાં 4.8 લાખ ખેડૂતોને લાભ મળ્યો છે. જેડીયૂ-બીજેપી શાસિત બિહારમાં 18.42 લાખ ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ શાસિત પંજાબમાં 13.38 લાખ, મધ્ય પ્રદેશમાં 14.68 લાખ, રાજસ્થાનમાં 29.34 લાખ. જ્યારે તેલંગાણામાં 30.44 લાખ અને ઓડિશામાં 28.33 લાખ લાભાર્થી છે.

  પૈસા મેળવવા શું કરવું?
  કૃષિ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવો. લેખપાલનો સંપર્ક કરો, તે વેરિફિકેશન કરશે. રેવન્યૂ રેકોર્ડ, બેન્ક એકાઉન્ટ નંબર, મોબાઇલ નંબર આપવો પડશે. આ સમયે બ્લોકમાં પણ આ સ્કીમ માટે ખેડૂતોના નામની એન્ટ્રી થઈ રહી છે.
  Published by:Ashish Goyal
  First published: