નવી દિલ્હી. કેન્દ્ર સરકાર તરફથી 9.5 કરોડ ખેડૂતો (Farmers)ના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)ના આઠમા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી લગભગ 7 કરોડ ખેડૂતોના ખાતામાં આ નાણા જમા નથી થયા. પીએમ કિસાન (PM Kisan Scheme)ની સાઇટ પર હાલના ડેટા મુજબ, સાતમા હપ્તા સુધીના 3.29 કરોડ લોકોના પેમેન્ટ હજુ સુધી લટકેલા છે અને 3.89 કરોડના પેમેન્ટ ફેલ થઈ ચૂક્યા છે. જેના કારણે આ લોકોના ખાતામાં નાણા નથી પહોંચ્યા. જો આપના ખાતામાં પણ નાણા નથી આવ્યા તો ફટાફટ ચેક કરી લો કે તમારા પૈસા આવ્યા છે કે નહીં...
નોંધનીય છે કે, લાભાર્થીઓના દસ્તાવેજ પૂરા ન હોવાના કારણે કે પછી આધાર, એકાઉન્ટ નંબર અને બેંક એકાઉન્ટ નંબરમાં ભૂલ હોવાના કારણે આ લોકોના નાણા અટકેલા છે. જો આવું કંઈ પણ હોય તો તેને ફટાફટ સુધારી લો નહીં તો આપના ખાતામાં આગળના હપ્તાના નાણા પણ નહીં આવે.
સ્ટેપ 1. સૌથી પહેલા આપને પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in પર વિઝિટ કરવું પડશે. સ્ટેપ 2. તેના હોમપેજ પર આપને Farmers Cornerનું ઓપ્શન જોવા મળશે. સ્ટેપ 3. Farmers Corner સેક્શનની અંદર આપને Beneficiaries Statusના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 4. નવા પેજ પર આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર કે મોબાઇલ નંબરમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરો. સ્ટેપ 5. આપે જે વિકલ્પ પસંદ કર્યો છે તેનો નંબર નાખો. ત્યારબાદ Get Data પર ક્લિક કરો. સ્ટેપ 6. અહીં ક્લિક કર્યા બાદ આપને તમામ ટ્રાન્ઝેક્શનની જાણકારી મળી જશે. એટલે કે કયો હપ્તો આપના ખાતામાં આવ્યો અને કયા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ થયો. સ્ટેપ 7. આપને પીએમ કિસાનના આઠમા હપ્તા સાથે જોડાયેલી જાણકારી પણ અહીં મળી જશે.
આ ઉપરાંત જો 'FTO is generated and Payment confirmation is pending’ લખેલું જોવા મળી રહ્યું છે તો તેનો અર્થ એ છે કે ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હપ્તો થોડાક જ દિવસમાં આપના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. તો આ લોકોને પરેશાન થવાની જરૂર નથી.