PM Kisan: 1 એપ્રિલથી આવશે પીએમ કિસાનનો 8મો હપ્તો, આવી રીતે લિસ્ટમાં ચેક કરો તમારૂ નામ અને સ્ટેટસ

PM Kisan: 1 એપ્રિલથી આવશે પીએમ કિસાનનો 8મો હપ્તો, આવી રીતે લિસ્ટમાં ચેક કરો તમારૂ નામ અને સ્ટેટસ
PM Kisan: 1 એપ્રિલથી આવશે પીએમ કિસાનનો 8મો હપ્તો, આવી રીતે લિસ્ટમાં ચેક કરો તમારું નામ અને સ્ટેટસ

આ સ્કીમ અંતર્ગત દર વર્ષે સરકાર ખેડૂતોને બે-બે હજારના ત્રણ હપ્તામાં કુલ 6 હજાર રૂપિયા બેન્ક ખાતામાં ચૂકવે છે

  • Share this:
નવી દિલ્હી : 1 એપ્રિલથી દેશના 11.66 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો પીએમ કિસાન સન્માન નિધિનો 8મો હપ્તો આવવાનો શરુ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM Kisan Samman Nidhi) યોજના અંતર્ગત દેશના ખેડૂતોના બેન્ક અકાઉન્ટમાં વાર્ષિક 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. જોકે, આ 6 હજાર રૂપિયાની રકમ સરકાર કુલ 3 હપ્તામાં ખેડૂતોને ચૂકવે છે.

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તમે જાણવા માંગો છો કે આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ. તો અમે તમને અહીં જણાવીશું કે કેવી રીતે તમે આ અંગે જાણકારી મેળવી શકો છો.



દર વર્ષે પ્રથમ હપ્તો 1 એપ્રિલે આવે છે

આ સ્કીમ અંતર્ગત દર વર્ષે સરકાર ખેડૂતોને બે-બે હજારના ત્રણ હપ્તામાં કુલ 6 હજાર રૂપિયા બેન્ક ખાતામાં ચૂકવે છે. આ સ્કીમ હેઠળ વર્ષનો પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ, બીજો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે.

આ પણ વાંચો - ચાઈનીઝ સંશોધકે બનાવ્યું એવું ડિવાઇસ, જે નિષ્ક્રિય કરશે કોરોના વાયરસ

લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ

1. સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.inની મુલાકાત લો.
2. તેના હોમપેજ પર Farmers Cornerનો ઓપ્શન હશે, જેના પર ક્લિક કરી Beneficiaries Listના ઓપ્શન પર ક્લિક કરો.
3. પછી તમારે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવું પડશે.
5. જે બાદ Get Report પર ક્લિક કરો. આ પછી, લાભાર્થીઓની લિસ્ટ દેખાશે, જેમાં તમે તમારું નામ તપાસી શકો છો.

આ રીતે જાણો તમારા હપ્તાનું સ્ટેટસ

વેબસાઈટ પર જઈને જમણી બાજુ Farmers Corner પર ક્લિક કરો. જે બાદ Beneficiaries Listના ઓપ્શન પર ક્લિક કરો. હવે નવા ખુલેલા પેજ પર તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો. જે બાદ સ્ટેટસની જાણકારી મળી જશે. ઉલ્લેખનીય છે કે આ સ્કીમનો લાભ લેવા માટે તમે ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકો છો. આ માટે તમારી પાસે ખેતરના ઉતારા, આધારકાર્ડ, મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ ડિટેલ્સની જરૂર પડશે. જે બાદ તમે pmkisan.nic.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

આ રીતે કરો રજીસ્ટ્રેશન

>> સૌપ્રથમ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
>> હવે Farmers Corner પર જાઓ.
>> અહીં 'New Farmer Registration' પર ક્લિક કરો.
>> જે બાદ આધાર નંબર દાખલ કરો.
>> બાદમાં કેપ્ચા કોડ દાખલ કરીને રાજ્યની પસંદગી કરો અને પ્રોસેસ આગળ વધારો.
>> આ ફોર્મમાં તમારે તમારી બધી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
>> સાથે જ બેંક ખાતાની વિગતો અને ફાર્મથી સંબંધિત માહિતી ભરવાની રહેશે.
>> આ પછી તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
Published by:News18 Gujarati
First published:April 01, 2021, 23:11 pm

ટૉપ ન્યૂઝ