Home /News /business /

PM Kisan Samman Nidhi: મોદી સરકાર નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે 20,000 કરોડ રૂપિયા

PM Kisan Samman Nidhi: મોદી સરકાર નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે 20,000 કરોડ રૂપિયા

પીએમ કિસાન સન્માન નિધિ

PM Kisan Samman Nidhi: બે કરોડ ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 10માં હપ્તાની રકમ. પીએમ કિસાન યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતો નોંધાયા છે જ્યારે સરકાર 10 કરોડ ખેડૂતોના ખાતામાં જ રકમ ટ્રાન્સફર કરશે.

    નવી દિલ્હી. PM Kisan Samman Nidhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી 2022ના રોજ 10 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારના ખાતામાં 20,000 રૂપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરશે. શનિવારે પીએમ મોદી પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) અંતર્ગત 10મો હપ્તો (PM Kisan 10th installment) જાહેર કરશે. જોકે, આ દરમિયાન આશરે બે કરોડ ખેડૂતો માટે માઠા સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2 કરોડથી વધારે ખેડૂતોને નવા વર્ષે બે હજારનો હપ્તો મળવામાં મોડું થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે નાના તેમજ સીમાંત ખેડૂતોની આવક વધે અને જીવનધોરણ સુધરે તે માટે સરકારે દેશભરમાં ખેડૂતોને વાર્ષિક રૂ.6000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. જે પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં (Bank Account) કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જમા કરવામાં આવે છે.

    સરકાર 10 કરોડ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરશે, જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આવેલી માહિતી પ્રમાણે 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થશે. એટલે કે બે કરોડથી વધારે ખેડૂતોએ રકમ માટે રાહ જોવી પડશે. તેમણે પોતાનું નામ ચેક કરવું પડશે.

    ખેડૂતોને કેટલી રકમ મળે છે?

    પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂત પરિવારને વર્ષે 6,000 રૂપિયા મળે છે. આ છ હજાર રૂપિયા 2,000 રૂપિયાના ત્રણ સમાન ચાર મહિનાના હપ્તામાં વહેંચી દેવામાં આવે છે. આ રકમ લાભાર્થી ખેડૂતના ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારસુધી લાભાર્થી ખેડૂતોને 1.6 લાખ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.

    પીએમ મોદીનો કાર્યક્રમ

    પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન આશરે 351 જેટલા ખેડૂત ઉત્પાદક સંગઠનો (Farmer producers organisations)ને 14 કરોડ રૂપિયા જેટલી ઇક્વિટી ગ્રાન્ટ પણ આપશે. જેનાથી 1.24 લાખથી વધારે ખેડૂતોને લાભ થશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન FPO સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને પણ સંબંધોન કરશે. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પણ હાજર રહેશે.

    લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ

    પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 9 માં હપ્તાના લાભાર્થીની યાદીમાં તમારું નામ pmkisan.gov.in પોર્ટલ પર ચેક કરી શકો છો.

    સ્ટેપ-1: Pmkisan.gov.in પર ક્લિક કરો

    સ્ટેપ-2: વેબસાઇટ ખૂલ્યા બાદ મેનૂ બારમાં ફાર્મર કોર્નર પર જાઓ.

    સ્ટેપ-3: લાભાર્થી લિસ્ટ/બેનિફીશિયરી લિસ્ટ ટેબ પર ક્લિક કરો.

    સ્ટેપ-4: તમારું રાજ્ય, જીલ્લો, તાલુકો, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો.

    સ્ટેપ-5: ત્યાર બાદ તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ તમને જાણકારી મળી જશે.

    જે ખેડૂતોને આ યોજના અંતર્ગત સરકાર તરફથી લાભ આપવામાં આવ્યો છે તેમના પણ નામ રાજ્ય/જીલ્લો/તાલુકો/ગામ પ્રમાણે જોઇ શકાશે.

    લિસ્ટમાં નામ ન હોય તો ક્યાં કરવી રજૂઆત

    જો ઉપરના લિસ્ટમાં તમારું નામ નથી તો તમે પીએમ કિસાન સન્માન હેલ્પલાઇન 011-24300606 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય કોઇ પણ જાણકારી મેળવવા તમે હેલ્પલાઇન નંબર 155261 પર ફોન કરી શકો છો. આ ઉપરાંત પીએમ કિસાન ટોલ ફ્રી નંબર 18001155266 અને પીએમ કિસાન લેન્ડલાઇન નંબર 011-23381092, 233822401 પણ છે. આ સિવાય વધુ એક નંબર 0120-6025109 અને ઇમેઇલ આઇડી pmkisanict@gov.in છે.

    શું છે PM-KISAN યોજનાનો ઉદ્દેશ્ય?

    PM-KISAN દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ ઘરેલું જરૂરિયાતો સંબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે તેમની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા સહાયતા કરવાની એક નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. સરકારે યોજના માટે પરિવારની વ્યાખ્યા આપી છે તેમાં પતિ, પત્ની અને નાના બાળકોનો ઉલ્લેખ કર્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન તેના ખેડૂત પરિવારોને ઓળખ કરશે, જેઓ આ યોજનાની ગાઇલાઇન્સ અનુસાર સહાય મેળવવા પાત્ર ઠરે છે. આ સહાય સીધી જ લાભ મેળવનારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. પરિવારનો માત્ર એક જ સભ્ય પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી શકે છે.

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આવકને પૂરક બનાવવાના હેતુથી શરૂ કરાઇ હતી. ડિજીટલ ઇન્ડિયાની પહેલ સાથે મળીને આ યોજના દેશના 12 કરોડ ખેડૂતો સુધી લાભ પહોંચાડવામાં સફળ રહી છે.

    આ પણ વાંચો: નવું ટ્રેક્ટર ખરીદવા પર સરકાર આપી રહી છે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી

    આ રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન

    પીએમ કિસાન સ્કીમમાં રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે કરાવી શકો છો. ખેડૂતો ઇચ્છે તો કોમન સર્વિસ સેન્ટર પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકે છે, અથવા તો ઓનલાઇન પણ કરી શકે છે.

    સ્ટેપ-1: https://pmkisan.gov.in/ પર જઇને ફાર્મર કોર્નર પર જાઓ.

    સ્ટેપ-2: New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો.

    સ્ટેપ-3: આધાર કાર્ડ નંબર દાખલ કરો. સાથે જ કેપ્ચ કોડ દાખલ કરીને રાજ્ય પસંદ કરો અને પ્રોસેસ આગળ વધારો.

    સ્ટેપ-4: તમારી સામે જે ફોર્મ આવે તેમાં તમારી તમામ વિગતો દાખલ કરવાની રહેશે. સાથે જ બેંક એકાઉન્ટની વિગત અને ખેતી સાથે જોડાયેલી તમામ જાણકારી આપવાની રહેશે. ત્યાર બાદ તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: PM kisan Samman Nidhi Yojna, ખેડૂતો, ખેતીવાડી, પીએમ મોદી

    આગામી સમાચાર