pm kisan man dhan yojna : ખેડૂતો (Farmers)ની આવક વધારવા માટે મોદી સરકાર (Modi goverment) ઘણા સમયથી પ્રયત્નશીલ રહી છે. ખેડૂતો માટે ખાસ પીએમ કિસાન સન્માન નિધિ યોજના(pm kisan man dhan yojna)નો પ્રારંભ પણ કરાયો છે. જેનો લાભ અનેક ખેડૂતો લઈ રહ્યા છે. આ દરમિયાન આ યોજનાનો લાભ લેનાર ખેડૂતો માટે સારા સમાચાર (Farmer Good News) મળી રહ્યા છે. હવે આવા ખેડૂતો દર મહિને રૂ. 36000 મેળવવાના હકદાર છે. તે માટે તમારે કોઈ ડોક્યુમેન્ટ આપવા પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 36 હજાર રૂપિયા મળી શકે છે.
કેવી રીતે મળશે 36 હજાર રૂપિયા?
નાના અને સિમાંત ખેડૂતોને દર મહિને પેન્શન આપવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરાઇ હતી. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ દર મહિને રૂ. 3000 એટલે કે વર્ષે 36 હજાર રૂપિયા ખેડૂતોને પેન્શન તરીકે અપાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ પેન્શન યોજના દેશના નાના અને સીમાંત ખેડુતો માટે ચલાવવામાં આવે છે. જેમાં 60 વર્ષની વય પછી તમને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે. જો તમે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા હોવ તો તમારે આ માટે કોઈ વધારાનો ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર નથી.