પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-Kisan) યોજના અંતર્ગત ખેડૂતોને (Farmers)9 ઓગસ્ટના રોજ 9 મો હપ્તો આપી દેવાયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના 12 કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના પરિવારને સહાય આપી હતી. આ યોજના અંતર્ગત દેશના ખેડૂતોને રૂ. 6000 સુધીની ન્યૂનતમ સહાય પૂરી પાડવામાં આવે છે. જે સરકાર દ્વારા સીધી જ ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુની સમ્માન નિધિ (Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN)ખેડૂત પરિવારોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 9 માં હપ્તાના લાભાર્થીની યાદીમાં તમારું નામ pmkisan.gov.in પોર્ટલ પર ચેક કરી શકો છો.
Pmkisan.gov.in પર ક્લિક કરો વેબસાઇટ ખૂલ્યા બાદ મેનૂ બારમાં ફોર્મર કોર્નર પર જાઓ. લાભાર્થી લિસ્ટ/બેનિફીશિયરી લિસ્ટ ટેબ પર ક્લિક કરો. તમારું રાજ્ય, જીલ્લો, તાલુકો, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો. ત્યાર બાદ તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ તમને જાણકારી મળી જશે. જે ખેડૂતોને આ યોજના અંતર્ગત સરકાર તરફથી લાભ આપવામાં આવ્યો છે તેમના પણ નામ રાજ્ય/જીલ્લો/તાલુકો/ગામ પ્રમાણે જોઇ શકાશે.
લિસ્ટમાં નામ ન હોય તો ક્યાં કરવી રજૂઆત
જો ઉપર્યુક્ત લિસ્ટમાં તમારું નામ નથી તો તમે પીએમ કિસાન સન્માન હેલ્પલાઇન 011-24300606 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય કોઇ પણ જાણકારી મેળવવા તમે હેલ્પલાઇન નંબર 155261 પર ફોન કરી શકો છો. આ ઉપરાંત પીએમ કિસાન ટોલ ફ્રી નંબર 18001155266 અને પીએમ કિસાન લેન્ડલાઇન નંબર 011-23381092, 233822401 પણ છે. આ સિવાય વધુ એક નંબર 0120-6025109 અને ઇમેઇલ આઇડી pmkisanict@gov.in છે.
આ યોજના હેઠળ ખેડૂતની જમીનના હેક્ટરને ધ્યાનમાં રાખ્યા વગર સહાય આપવામાં આવે છે. તેથી ઘણા લોકોને સવાલ હોય છે કે શું 2 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન હોય તો PM-KISAN યોજના અંતર્ગત લાભ મળી શકે? જી હા, યોજનાની મર્યાદા તમામ ખેડૂત પરિવારોને આવરી લેવા વિસ્તૃત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પહેલાથી જ ખેડૂતો માટે પીએમ કિસાનનો 9 મો હપ્તો બહાર પાડી દીધો છે.
શું છે PM-KISAN યોજનાનો ઉદ્દેશ્ય?
PM-KISAN દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ ઘરેલું જરૂરિયાતો સંબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે તેમની નાણાકિય જરૂરિયાતોને પૂર્ણ કરવા સહાયતા કરવાની એક નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
સરકારે યોજના માટે પરિવારની વ્યાખ્યા આપી છે તેમાં પતિ, પત્ની અને નાના બાળકોનો ઉલ્લેખ કર્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન તેના ખેડૂત પરિવારોને ઓળખ કરશે જેઓ આ યોજનાની ગાઇલાઇન્સ અનુસાર સહાય મેળવવા પાત્ર ઠરે છે. આ સહાય સીધી જ લાભ મેળવનારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. પરિવારનો માત્ર એક જ સભ્ય પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આવકને પૂરક બનાવવાના હેતુથી શરૂ કરાઇ હતી. ડિજીટલ ઇન્ડિયાની પહેલ સાથે મળીને આ યોજના દેશના 12 કરોડ ખેડૂતો સુધી લાભ પહોંચાડવામાં સફળ રહી છે.
આ રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન
પીએમ કિસાન સ્કીમમાં રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે કરાવી શકો છો. ખેડૂતો ઇચ્છે તો કોમન સર્વિસ સેન્ટર પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકે છે, અથવા તો ઓનલાઇન પણ કરી શકે છે.
https://pmkisan.gov.in/ પર જઇને ફાર્મર કોર્નર પર જાઓ.
New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો.
ત્યાર બાદ આધાર કાર્ડ નંબર દાખલ કરો. સાથે જ કેપ્ચ કોડ દાખલ કરીને રાજ્ય પસંદ કરો અને ત્યાર બાદ પ્રોસેસ આગળ વધારો. તમારી સામે જે ફોર્મ આવે તેમાં તમારી તમામ વિગતો દાખલ કરવાની રહેશે. સાથે જ બેંક એકાઉન્ટની વિગત અને ખેતી સાથે જોડાયેલ તમામ જાણકારી આપવાની રહેશે. ત્યાર બાદ તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
નાના તેમજ સીમાંત ખેડૂતોની આવક વધે અને જીવનધોરણ સુધરે તે માટે સરકારે દેશભરમાં ખેડૂતોને વાર્ષિક રૂ.6000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. જે પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જમા કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર