PM Kisan: આજે કરોડો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે 2000 રૂપિયાનો હપ્તો! ફટાફટ કરો ચેક

PM Kisan: આજે કરોડો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે 2000 રૂપિયાનો હપ્તો! ફટાફટ કરો ચેક
પ્રતીકાત્મક તસવીર

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આઠમો હપ્તો ખેડૂતોના ખાતામાં 10 મે સુધી મોકલવામાં આવી શકે છે

  • Share this:
    નવી દિલ્હી. જો તમે પણ પીએમ કિસાન નિધિ (Pm Kisan)ના હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આપના માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર (Central Government) આજે એટલે કે 10 મેના રોજ આપના ખાતામાં આઠમો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આઠમો હપ્તો ખેડૂતોના ખાતામાં 10 મે સુધી મોકલવામાં આવી શકે છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ (West Bengal)માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)નો પહેલો હપ્તો ખેડૂતોને મળવા જઈ રહ્યો છે. આ રાજ્યના લાભાર્થીને 2,000 રૂપિયાનો પહેલો હપ્તો 14 મેથી મળવાનું શરૂ થઈ જશે.

    ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સામાન્ય રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan Yojana)નો પહેલો હપ્તો 20 એપ્રિલ સુધી ફાળવી દેવામાં આવે છે. નિયમ મુજબ પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે ક્યારે પણ આવી શકે છે.



    આ પણ જુઓ, Viral Video: પિતાની અસ્થિઓ લેવા આવેલા દીકરાઓ સ્મશાનમાં જ ઝઘડી પડ્યા, જાણો શું છે કારણ

    કયા ખેડૂતોને મળશે ફાયદો?

    પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ માત્ર એ ખેડૂતોને ફાયદો મળે છે જેમની પાસે બે હેક્ટર એટલે કે પાંચ એકડ કૃષિ યોગ્ય ખેતી હોય. ખેતી યોગ્ય જમીન જેના નામે હોય છે તેને એ નાણા મળે છે. પરંતુ જો કોઈ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે તો તેમને પીએમ કિસાન સન્માન નિધિથી બહાર રાખવામાં આવે છે. તેમાં વકીલ, ડૉક્ટર, સીએ સહિત અનેક લોકો આ યોજનાથી બહાર છે.

    આ પણ વાંચો, Fact Check: શું ચા પીવાથી કોરોના નથી થતો? જાણો શું છે હકીકત

    લિસ્ટમાં આવી રીતે ચેક કરો પોતાનું નામ-

    >> સૌથી પહેલા આપને પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in પર વિઝિટ કરવું પડશે.
    >> તેના હોમપેજ પર આપને Farmers Cornerનું ઓપ્શન જોવા મળશે.
    >> Farmers Corner સેક્શનની અંદર આપને Beneficiaries Listના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
    >> બાદમાં આપને ડ્રોપ ડાઉન લિસ્ટથી રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામને સિલેક્ટ કરવાનું રહેશે.
    >> ત્યારબાદ આપને Get Report પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીની સમગ્ર યાદી સામે આવી જશે, જેમાં તમે પોતાનું નામ ચેક કરી શકો છો.

    જાણો કેમ થઈ રહી છે નાણા ટ્રાન્સફર થવામાં વિલંબ...

    સૂત્રોનું કહેવું છે કે કોરોના સંકટના કારણે લાભાર્થીના વેરિફિકેશનની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત જે અપાત્ર ખેડૂતોને પહેલા તેનો લાભ મળ્યો છે તેના પૈસા વસૂલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પ્રક્રિયા પૂરી થયા બાદ લગભગ 9.5 કરોડ ખેડૂતોને પહેલા હપ્તાના રૂપમાં કુલ 19,000 કરોડ રૂપિયાની રકમ ઇશ્યૂ કરી દેવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:May 10, 2021, 06:56 am

    ટૉપ ન્યૂઝ