Home /News /business /

PM Kisan Yojana: એપ્રિલમાં ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયા, ફટાફટ કરો રજિસ્ટ્રેશન, જાણો પ્રોસેસ

PM Kisan Yojana: એપ્રિલમાં ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયા, ફટાફટ કરો રજિસ્ટ્રેશન, જાણો પ્રોસેસ

પીએમ કિસાન સન્માન નિધિ

PM Kisan Yojana: જો તમે પણ પીએમ કિસાન યોજના (PM Kisan Yojana)નો લાભ ઉછાવવા માંગો છો તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે એક શરત એવી પણ છે કે તમારે તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક કરાવવું પડશે.

  નવી દિલ્હી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) અંતર્ગત કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. દર ચાર મહિને સરકાર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. અત્યારસુધી આ યોજના હેઠળ 10 હપ્તા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે. હવે 11મો હપ્તો (PM Kisan 11th Installment 2022) જમા કરવામાં આવશે. હજારો ખેડૂતો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે 11મો હપ્તો એપ્રિલ મહિનામાં ગમે ત્યારે જમા કરવામાં આવી શકે છે.

  જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો તમારે નોંધણી કરાવવી પડશે. આ સાથે એક શરત એવી પણ છે કે તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પોતાના રેશન કાર્ડની વિગત અપલોડ કરવી પડશે. આ ઉપરાંત અન્ય જરૂરી દસ્તાનેજો પણ જમા કરાવવા પડશે.

  લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ

  પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થીની યાદીમાં તમારું નામ pmkisan.gov.in પોર્ટલ પર ચેક કરી શકો છો.

  સ્ટેપ-1: Pmkisan.gov.in પર ક્લિક કરો

  સ્ટેપ-2: વેબસાઇટ ખૂલ્યા બાદ મેનૂ બારમાં ફાર્મર કોર્નર પર જાઓ.

  સ્ટેપ-3: લાભાર્થી લિસ્ટ/બેનિફીશિયરી લિસ્ટ ટેબ પર ક્લિક કરો.

  સ્ટેપ-4: તમારું રાજ્ય, જીલ્લો, તાલુકો, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો.

  સ્ટેપ-5: ત્યાર બાદ તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ તમને જાણકારી મળી જશે.

  જે ખેડૂતોને આ યોજના અંતર્ગત સરકાર તરફથી લાભ આપવામાં આવ્યો છે તેમના પણ નામ રાજ્ય/જીલ્લો/તાલુકો/ગામ પ્રમાણે જોઇ શકાશે.

  લિસ્ટમાં નામ ન હોય તો ક્યાં કરવી રજૂઆત

  જો ઉપરના લિસ્ટમાં તમારું નામ નથી તો તમે પીએમ કિસાન સન્માન હેલ્પલાઇન 011-24300606 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય કોઇ પણ જાણકારી મેળવવા તમે હેલ્પલાઇન નંબર 155261 પર ફોન કરી શકો છો. આ ઉપરાંત પીએમ કિસાન ટોલ ફ્રી નંબર 18001155266 અને પીએમ કિસાન લેન્ડલાઇન નંબર 011-23381092, 233822401 પણ છે. આ સિવાય વધુ એક નંબર 0120-6025109 અને ઇમેઇલ આઇડી pmkisanict@gov.in છે.

  આ પણ વાંચો: SBI Vs Post Office: એસબીઆઈ કે પોસ્ટ ઓફિસ, ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વળતર ક્યાં મળશે?

  શું છે PM-KISAN યોજનાનો ઉદ્દેશ્ય?

  PM-KISAN દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ ઘરેલું જરૂરિયાતો સંબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે તેમની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા સહાયતા કરવાની એક નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. સરકારે યોજના માટે પરિવારની વ્યાખ્યા આપી છે તેમાં પતિ, પત્ની અને નાના બાળકોનો ઉલ્લેખ કર્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન તેના ખેડૂત પરિવારોને ઓળખ કરશે, જેઓ આ યોજનાની ગાઇલાઇન્સ અનુસાર સહાય મેળવવા પાત્ર ઠરે છે. આ સહાય સીધી જ લાભ મેળવનારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. પરિવારનો માત્ર એક જ સભ્ય પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી શકે છે.

  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આવકને પૂરક બનાવવાના હેતુથી શરૂ કરાઇ હતી. ડિજીટલ ઇન્ડિયાની પહેલ સાથે મળીને આ યોજના દેશના 12 કરોડ ખેડૂતો સુધી લાભ પહોંચાડવામાં સફળ રહી છે.

  આ પણ વાંચો: Post Office Scheme: કિસાન વિકાસ પત્ર કેવી રીતે ખરીદી શકાય? કેટલા સમયમાં રોકાણ ડબલ થાય?

  આ રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન

  પીએમ કિસાન સ્કીમમાં રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે કરાવી શકો છો. ખેડૂતો ઇચ્છે તો કોમન સર્વિસ સેન્ટર પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકે છે, અથવા તો ઓનલાઇન પણ કરી શકે છે.

  સ્ટેપ-1: https://pmkisan.gov.in/ પર જઇને ફાર્મર કોર્નર પર જાઓ.

  સ્ટેપ-2: New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો.

  સ્ટેપ-3: આધાર કાર્ડ નંબર દાખલ કરો. સાથે જ કેપ્ચ કોડ દાખલ કરીને રાજ્ય પસંદ કરો અને પ્રોસેસ આગળ વધારો.

  સ્ટેપ-4: તમારી સામે જે ફોર્મ આવે તેમાં તમારી તમામ વિગતો દાખલ કરવાની રહેશે. સાથે જ બેંક એકાઉન્ટની વિગત અને ખેતી સાથે જોડાયેલી તમામ જાણકારી આપવાની રહેશે. ત્યાર બાદ તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: PM kisan Samman Nidhi Yojna, કૃષિ, ખેડૂતો, પીએમ મોદી

  આગામી સમાચાર