Home /News /business /PM Kaushal Vikaas Yojana: શિક્ષણ અને નોકરીઓ માટે સરકારની નવી યોજના, AI, રોબોટિક્સ અને કોડિંગ પર ભાર
PM Kaushal Vikaas Yojana: શિક્ષણ અને નોકરીઓ માટે સરકારની નવી યોજના, AI, રોબોટિક્સ અને કોડિંગ પર ભાર
વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
Budget on Education & Skills: સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર્સ દ્વારા એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે દેશનું યુવા કાર્યબળ ભવિષ્ય માટે તૈયાર છે. આ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 હેઠળ નવા અભ્યાસક્રમો પણ રજૂ કર્યા છે.
Budget on Education & Skills: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં શિક્ષણ અને રોજગાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નાણામંત્રીએ આ બજેટમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) 4.0નો પ્રસ્તાવ મૂક્યો હતો. નવી રોજગારીની તકો ઊભી કરવા માટે 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર સ્થાપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.
નવા અભ્યાસક્રમો પર ભાર
આ સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરો દ્વારા એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે દેશનું યુવા કાર્યબળ ભવિષ્ય માટે તૈયાર છે. આ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 હેઠળ નવા અભ્યાસક્રમો પણ રજૂ કર્યા છે. આ નવા અભ્યાસક્રમો કોડિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ, મેકાટ્રોનિક્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), 3D પ્રિન્ટિંગ ડ્રોન જેવી કુશળતા પર આધારિત હશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે, વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
ત્રણ વર્ષમાં લાખો યુવાનોમાં માંગ આધારિત કૌશલ્ય વિકસાવવાનું સરકારનું લક્ષ્ય છે. આ અંતર્ગત ઉદ્યોગને ધ્યાનમાં રાખીને વિવિધ બાબતોની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. સીતારમણે એ પણ જાહેરાત કરી હતી કે સરકાર ત્રણ વર્ષમાં 47 લાખ યુવાનોને ટેકો આપવા માટે સમગ્ર ભારતમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ કરશે.
આ ઉપરાંત, નોકરી શોધનારાઓ નોકરીદાતાઓ સાથે જોડાયેલા છે તેની ખાતરી કરવા માટે એક યુનિફાઇડ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ પણ રજૂ કરવામાં આવશે.
શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન
બજેટ 2022માં સરકારે વન ક્લાસ વન ટીવી ચેનલ શરૂ કરી હતી. પીએમ ઈ વિદ્યા યોજના હેઠળ લેવામાં આવેલી આ પહેલમાં 200 શિક્ષણ ચેનલો ઓનલાઈન કરવામાં આવી હતી. સીતારમણના જણાવ્યા અનુસાર, આ રીતે તમામ રાજ્યો ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપી શકે.
આ ઉપરાંત સરકારે ડિજિટલ યુનિવર્સિટી પણ શરૂ કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, આ યુનિવર્સિટીના માધ્યમથી દેશભરના વિદ્યાર્થીઓ વિશ્વ કક્ષાનું શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા તજજ્ઞોના મતે બજેટમાં કરાયેલી નવી જોગવાઈઓથી વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે તેવી આશા રાખી શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર