PM Jan Dhan Yojana: કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. જન ધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો. આ પ્લાનમાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં અકસ્માત વીમો, ઓવરડ્રાફ્ટ સુવિધા, ડેબિટ કાર્ડ, ચેકબુક વગેરેનો સમાવેશ થાય છે.
ઓવરડ્રાફ્ટ સુવિધાનો સમાવેશ
પ્રધાનમંત્રી જન ધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે, જેમણે જન ધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર પણ 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે. જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા જ છે. તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન અરજી કરી શકો છો.
જન ધન ખાતું ખોલાવનાર કોઈપણ વ્યક્તિ ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ, પહેલા ખાતાધારકને 5,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળતો હતો, જેની મર્યાદા હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. જેના દ્વારા, તમે ATM કાર્ડ અથવા UPI દ્વારા સરળતાથી લોનની રકમ ઉપાડી શકો છો.
જો કે, 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ જન ધન ખાતું ખોલ્યાના 6 મહિના પછી આપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ યોજના હેઠળ, 10,000 રૂપિયાની લોન સુવિધાનો લાભ તે ખાતાધારકોને આપવામાં આવે છે જેમનું ખાતું 6 મહિના જૂનું છે. જો તમારું જન ધન ખાતું 6 મહિના જૂનું નથી તો તમે માત્ર 2,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકો છો.
જન ધન યોજના હેઠળ ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવા માટેની મહત્તમ વય મર્યાદા 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે તમે જન ધન ખાતા દ્વારા ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લો છો, ત્યારે તમારે દૈનિક ધોરણે લોનની રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. પરંતુ જો તમે લોનની રકમ ફરીથી ખાતામાં જમા કરો છો, તો તે જમા થયેલી રકમ પર વ્યાજ લેવામાં આવતું નથી.
આ રીતે જન ધન ખાતું ખોલો
આ યોજના હેઠળ તમે કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકોમાં અથવા ખાનગી બેંકોમાં પણ તમારું જનધન ખાતું ખોલાવી શકો છો. આ માટે લઘુત્તમ વય 10 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ ખાતું ખોલવા માટે તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે. તમે તમારા કોઈપણ જૂના બચત ખાતાને જન ધન ખાતામાં બદલી શકો છો. આ માટે તમારે તમારા પોતાના બેંક મેનેજરનો સંપર્ક કરવો પડશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર