PM Jan Dhan Account: જો તમારી પાસે જનધન ખાતું છે તો ફટાફટ ચેક કરો બેલેન્સ, આ નંબર ઉપર કરો મિસ્ડ કોલ

PM Jan Dhan Account: જો તમારી પાસે જનધન ખાતું છે તો ફટાફટ ચેક કરો બેલેન્સ, આ નંબર ઉપર કરો મિસ્ડ કોલ
પ્રતિકાત્મક તસવીર

તમે તમારા જનધન ખાતાનું બેલેન્સ બે રીતે જાણી શકો છો. જેમાં પહેલી રીત છે મિસ્ડ કોલ થકી અને બીજી રીતે છે PFMS પોર્ટલ થકી.

  • Share this:
    નવી દિલ્હીઃ જો તમે પ જનધન ખાતું ખોલાવ્યું છે તો તમે ઘરે બેઠા મિસ્ડ કોલ્ડ કરીને પોતાનું બેલેન્ચ ચેક કરી શકો છો. આ સાથે જ એકાઉન્ટને આધાર લિંક કરવું પણ ખુબ જ જરૂરી છે. વડાપ્રધાન જનધન યોજના અંતર્ગત ગ્રાહકોને અનેક સુવિધાઓ મળે છે. આ બેન્ક ખાતું ઝીરો બેલેન્ચ બચત ખાતું હોય છે. આ ઉપરાંત આમાં ઓવરડ્રાફ્ટ અને રૂપે કાર્ડ સહિતની ખાસ સુવિધાઓ પણ મળે છે.

    આ બે રીતે જાણી શકાય છે બેલેન્સ


    તમે તમારા જનધન ખાતાનું બેલેન્સ બે રીતે જાણી શકો છો. જેમાં પહેલી રીત છે મિસ્ડ કોલ થકી અને બીજી રીતે છે PFMS પોર્ટલ થકી.

    1. PFMS પોર્ટલ થકી જાણો બેલેન્સ
    PFMS પોર્ટલ માટે તમારે સૌથી પહેલા આ લિંક https://pfms.nic.in/NewDefaultHome.aspx# ઉપર જવાનું રહેશે. અહીં તમને ‘Know Your Payment’ ઉપર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારે તમારો એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે. અહીં તમારે બે વખત એકાઉન્ટ નંબર નાંખવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ ભરવાનો રહેશે. હવે તમે તમારું બેન્ક એકાઉન્ટ જોઈ શકશો.

    આ પણ વાંચોઃ-હરિયાણાથી હાલોલ સુધી પહોંચેલો વિદેશી દારૂ ઝડપાયો, દારૂની હેરાફેરીની જોરદાર આઈડિયા જોઈ પોલીસ ખંજવાળવા લાગી માથું

    આ પણ વાંચોઃ-ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

    2. મિસ્ડ કોલ થઈ જાણો બેલેન્સ
    જો તમારી પાસે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જનધન ખાતું હશે તો તમે મિસ્ડ કોલ થકી પણ તમારું બેલેન્સ જાણી શકશો. આ માટે તમારે 18004253800 અથવા 1800112211 નંબર ઉપર મિસ્ડ કોલ આપવાનો રહેશે. એટલું ધ્યાન રાખવું કે ગ્રાહકે પોતાનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી મિસ્ડ કોલ કરવાનો રહેશે.

    આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ live video, મૂછનો દોરો પણ ફૂટ્યો નથી ને તલવાર વડે કાપી કેક, કર્ફ્યૂમાં જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! આંખોની સામે જ પતિના દર્દનાક મોતને યાદ કરીને તડપતી હતી, 35 દિવસ બાદ પત્નીએ કરી આત્મહત્યા

    આવી રીતે ખોલાવો નવું ખાતું
    જો તમે તમારું નવું જનધન ખાતું કોલાવવા માંગો છો તો નજીકની બેન્કમાં જઈને સળતાથી આ કામ કરી શકો છો.



    આ માટે બેન્ક તમને એક ફોર્મ ભરવાનું કહેશે જેમાં તમારું નામ, મોબાઈલ નંબર, બેન્ક બ્રાન્ચ નું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય/રોજગાર વાર્ષિક આવક, આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, વિલેજ કોડ અથવા ટાઉન કોર્ડ વગેરે જાણકારી આપવાની રહેશે.
    Published by:ankit patel
    First published:June 06, 2021, 23:31 IST

    ટૉપ ન્યૂઝ