Home /News /business /Fact Check: શું પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ ખરેખર યુવાનોને મળી રહ્યા છે રુ.3400?
Fact Check: શું પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ ખરેખર યુવાનોને મળી રહ્યા છે રુ.3400?
શું ખરેખર મોદી સરકાર યુવાનોને 3400 રુપિયા આપી રહી છે? જવાબ જાણો સરકાર પાસેથી.
PM Gyanveer Yojna Fact Check: આજકાલ ઈન્ટરનેટ પર એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેટળ યુવાનોને દર મહિને 3400 રુપિયા આપવામાં આવશે. આ માટે જુદી જુદી માહિતીઓ પણ માગવામાં આવે છે. જોકે, આ માહિતી કેટલી સાચી છે અહીં જુઓ...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે. જેમાં ખેડૂતો, ગરીબો અને મહિલાઓ સુધીના તમામ વર્ગનો સમાવેશ થાય છે. આ યોજનાઓ હેઠળ લોકોને આર્થિક સહાય, સબસિડી સહિત અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપશે.
આ વાયરલ પોસ્ટને યૂઝર્સ સોશિયલ મીડિયા પર વધુને વધુ શેર કરી રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપવામાં આવશે. અમે તમને આગળ જણાવવા જઈ રહ્યા છીએ કે આ સમાચારમાં કેટલું સત્ય છે અને આ દાવો કેમ કરવામાં આવી રહ્યો છે.
પીઆઈબીએ પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના અંગે કરવામાં આવેલા દાવાઓની હકીકત તપાસીને સત્ય જણાવ્યું છે. PIBના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ નોંધણી કરાવવા પર તમામ યુવાનોને દર મહિને ₹3,400 આપવાનો દાવો નકલી છે. PIBએ યુઝર્સને વાયરલ ન્યૂઝ ફોરવર્ડ ન કરવાની સલાહ આપી છે. ઉપરાંત, પીઆઈબીએ કહ્યું છે કે આવી કોઈપણ વેબસાઈટ/લિંક પર તમારી અંગત માહિતી ક્યારેય શેર કરશો નહીં.
આવા સમાચાર મળે ત્યારે શું કરવું?
જ્યારે પણ તમને આ પ્રકારના કોઈ સમાચાર મળે, તો તેને આગળ શેર કરતા પહેલા તથ્ય તપાસો. હકીકત તપાસવા માટે તમે PIBની સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકો છો. ઘણી વખત આવા ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. જો તમને આવા કોઈ સમાચાર પર શંકા હોય, તો તમે PIBની સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જઈ શકો છો. આ સિવાય તમે વોટ્સએપ નંબર 8799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ સંપર્ક કરી શકો છો.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર