પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2.14 કરોડ લાભાર્થીની યાદી જાહેર, કોને નહીં મળે લાભ, શું છે નિયમ-શરતો

પ્રધાનમંત્રી આવાસ યોજના

2.14 કરોડ લાભાર્થીની યાદી ટૂંકી થવાની સંભાવના છે. આ યાદીમાં 2.95 કરોડ પરિવાર શામેલ હતા

  • Share this:
નવી દિલ્હી : ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.14 કરોડ લાભાર્થીને યોગ્ય ગણવામાં આવ્યા છે. 2.14 કરોડ લાભાર્થીની યાદી ટૂંકી થવાની સંભાવના છે. આ યાદીમાં 2.95 કરોડ પરિવાર શામેલ હતા. અનેક સ્તરો પર કરવામાં આવેલ વેરિફિકેશન દ્વારા યાદીને 2.14 કરોડ સુધી સીમિત કરવામાં આવી છે.

દરેક પરિવારની ઓળખ માટે 'આવાસ પ્લસ' નામનો સર્વે કરવામાં આવ્યો હતો. ફિલ્ડ અધિકારીઓની મદદથી દરેક રાજ્યમાં સર્વે કરવામાં આવ્યો છે, તે બાદ આ યાદી તૈયાર કરવામાં આવી છે.

2.95 કરોડ ઘરની સીમા સીમિત કરવામાં આવી

નાણા મંત્રાલયે જુલાઈ 2020માં ગ્રામીણ વિકાસ મંત્રાલયને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2.95 કરોડ ઘરની મર્યાદા સાથે અંતિમ 'આવાસ પ્લસ' યાદીમાં પાત્રતા ધરાવતા પરિવારોને યોજનાની સ્થાયી પ્રતિક્ષા યાદીમાં શામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. પાત્રતા માટે સર્વેક્ષણની સમીક્ષા કરવામાં આવી રહી છે જે બાદ તેનું ક્રિયાન્વયન કરવામાં આવશે.

આ પણ વાંચોબેન્ક કર્મચારીઓ જશે હડતાળ પર, આ મહિનામાં 10 દિવસ બેન્ક બંધ રહેશે, જોઈલો તારીખો

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોને મળી શકે

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પહેલા માત્ર ગરીબ વર્ગને મળતો હતો. આ યોજનાનો લાભ મેળવવા માટે હોમલોનની રકમ મર્યાદા વધારવામાં આવી છે. શહેરી વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાના લાભ માટે હોમલોનની રકમ મર્યાદા રૂ. 2 થી 6 લાખ સુધીની હતી, જે રૂ. 18 લાખ સુધીની કરવામાં આવી છે, જેના પર વ્યાજ સાથે સબસિડી આપવામાં આવતી હતી.

નિયમ અને શરતો

લાભાર્થીની ઉંમર 21 થી 55 વર્ષ સુધીની હોવી જોઈએ. જો અરજીકર્તાની ઉંમર 50 વર્ષથી અધિક છે તો તેમાં પ્રમુખ કાયદાકીય વારસદારનું હોમ લોનમાં નામ ઉમેરવામાં આવશે. EWS (નિમ્ન આર્થિક વર્ગ)ના લોકો માટે વાર્ષિક આવક રૂ.3 લાખ સુધીની નક્કી કરવામાં આવી છે. LIG (ઓછી આવક ધરાવતો વર્ગ)માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.3 લાખથી 6 લાખ સુઘીની હોવી જોઈએ. આ યોજનાનો લાભ જે લોકો વાર્ષિક રૂ.12થી 18લાખની આવક ધરાવે છે તે પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

આ પણ વાંચો - બે મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, એક યુવતીએ તો પોલીસ સ્ટેશન પરિસરમાં જ જીવન ટુંકાવ્યું

કોને કેટલો લાભ મળી શકે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 6.5 ટકાની ક્રેડિટ લિંક્ડ સબસિડી માત્ર રૂ. 6 લાખ સુધીની લોન પર ઉપલબ્ધ છે. રૂ. 12 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો રૂ. 9 લાખ સુધીની લોન પર ચાર ટકા વ્યાજની સબસિડીનો લાભ મેળવી શકે છે. તેમજ રૂ.18 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો રૂ. 12 લાખ સુધીની લોન પર ત્રણ ટકા વ્યાજની સબસિડીનો લાભ મેળવી શકે છે
First published: