Nirmala Sitharaman Interview: મનરેગા માટેની ફાળવણીમાં લગભગ એક તૃતીયાંશ ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ (Union Budget 2023) મુજબ, 2023-24 માટે મનરેગાને 60,000 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે પાછલા નાણાકીય વર્ષના સુધારેલા અંદાજ કરતાં લગભગ 32 ટકા ઓછું છે.
નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM nirmala sitharaman interview) શુક્રવારે કહ્યું કે, જલ જીવન મિશનની જેમ મનરેગામાં રોજગાર શોધી રહેલા ગ્રામીણ મજૂરોને પણ પીએમ આવાસ યોજના (PMAY)નો લાભ મળશે. Network 18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, "બજેટમાં (Union Budget 2023) પીએમ આવાસ યોજના માટે 66 ટકા વધારાની જોગવાઈ કરવામાં આવી છે."
બજેટ બાદ પ્રથમ ઈન્ટરવ્યુમાં નાણામંત્રીએ મનરેગા માટે ઓછા બજેટની ફાળવણી પર વાત કરી હતી. આ દરમિયાન, 'મનરેગા એક માંગ આધારિત કાર્યક્રમ છે. આ વર્ષે ઘટેલી ફાળવણી રાજ્યોની માંગ પર આધારિત છે. જો માંગ વધે તો નરેગા બજેટમાં અનુદાનની પૂરક માંગમાં વધારો થઈ શકે છે. જો આપણે BE અને RE ના છેલ્લા કેટલાક વર્ષો પર નજર નાખીએ તો તે સ્પષ્ટ સામે આવે છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) માટે ફાળવણીમાં લગભગ એક તૃતીયાંશનો ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ મુજબ, 2023-24 માટે મનરેગાને 60,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે પાછલા નાણાકીય વર્ષના સુધારેલા અંદાજ કરતાં લગભગ 32 ટકા ઓછું છે. નાણાકીય વર્ષ 2022-23માં સરકારે બજેટમાં મનરેગા માટે 73,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, જ્યારે સુધારેલા અંદાજ મુજબ ખર્ચ 89,400 કરોડ રૂપિયા હતો. " isDesktop="true" id="1332050" >
બીજી તરફ, નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ના ખર્ચમાં 66 ટકાનો વધારો કરીને 79,000 કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આ યોજના ગ્રામીણ અને શહેરી ગરીબોને ઘરો પૂરા પાડવાની પરિકલ્પના કરે છે અને તેના ખર્ચમાં મોટો વધારો, એ હકીકતને ધ્યાનમાં રાખીને મહત્વની ધારણા કરે છે કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું યોગ્ય બજેટ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર