Home /News /business /

PM આવાસ યોજનાને લઇને સરકાર થઇ કડક, જાણી લો નવાં નિયમ નહીં તો થશે મોટું નુકસાન

PM આવાસ યોજનાને લઇને સરકાર થઇ કડક, જાણી લો નવાં નિયમ નહીં તો થશે મોટું નુકસાન

પ્રધાનમંત્રી આવાસ યોજના

PM Awas yojana: સરકાર હવે પાંચ વર્ષ સુધી એ બાબત પર ધ્યાન આપશે કે શું તમે આ મકાનોનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે તેમાં રહેતા હોવ તો આ કરારને લીઝ ડીડમાં રૂપાંતરિત કરવામાં આવશે કે જે ડેવલપમેન્ટ ઓથોરિટી તમારી સાથે કરાયેલા કરારને પણ સમાપ્ત કરી દેશે. ત્યાર બાદ તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ પણ પરત નહીં આવે. એટલે કે એકંદરે હવે તેમાં ચાલી રહેલી હેરાફેરી બંધ થઇ જશે.

વધુ જુઓ ...
    ભારત સરકાર દ્વારા નવો કડક નિયમ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉપયોગ કરનારા માટે જાહેર કરવામાં આવ્યો છે. આ નવી યોજના મુજબ સરકાર હવે પાંચ વર્ષ સુધી એવું જોશે કે શું તમે PM આવાસ યોજનાના મકાનોનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે તેમાં રહો છો કે નહીં, જો તમે ખુદ તેમાં રહેતાં હશો તો, આ કરારને લીઝ ડીડમાં રૂપાંતરિત કરવામાં આવશે કે જે ડેવલપમેન્ટ ઓથોરિટી તમારી સાથે કરાયેલા કરારને પણ સમાપ્ત કરી દેશે. ત્યાર બાદ તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ પણ પરત નહીં થાય.

    PM આવાસ યોજનાનો લાભ જેમને મળી ગયો છે આ સમાચાર તેમનાં માટે ખુબ જ ખાસ છે પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમને પ્રધાનમંત્રી આવાસનું મકાન લાગી ગયું છે અને તેની ફાળવણી થઇ છે તો તો તમારે આ જાણી લેવી જોઈએ કે તેમાં પાંચ વર્ષ ફરજિયાત રહેવું પડશે નહીં તો તમારી ફાળવણી રદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હજુ જે મકાનોને રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ ટૂ લીઝ કરાર કરવામાં આવી રહેલ છે અથવા તો જે લોકો ભવિષ્યમાં આ કરાર કરાવશે તેઓ રજિસ્ટ્રી નથી.

    પીએમ આવાસ હેઠળ નિયમોમાં ફેરફાર- સરકાર હવે પાંચ વર્ષ સુધી એ બાબત પર ધ્યાન આપશે કે શું તમે આ મકાનોનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે તેમાં રહેતા હોવ તો આ કરારને લીઝ ડીડમાં રૂપાંતરિત કરવામાં આવશે કે જે ડેવલપમેન્ટ ઓથોરિટી તમારી સાથે કરાયેલા કરારને પણ સમાપ્ત કરી દેશે. ત્યાર બાદ તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ પણ પરત નહીં આવે. એટલે કે એકંદરે હવે તેમાં ચાલી રહેલી હેરાફેરી બંધ થઇ જશે.

    આ પણ વાંચો- ક્રેડિટ કાર્ડનાં ઉપયોગ કરતાં સમયે આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો થશે મોટું નુક્શાન

    ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં હોય- એ સિવાય તમને જણાવી દઈએ કે, નિયમો અને શરતો અનુસાર ક્યારેય પણ શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં હોય. પાંચ વર્ષ પછી પણ લોકોએ લીઝ પર જ રહેવું પડશે. તેનાથી ફાયદો એ થશે કે, જે લોકો પીએમ આવાસ યોજના અંતર્ગત મકાન ભાડે લેતા હતા તે હવે લગભગ બંધ થઈ જશે.

    આ પણ વાંચો-દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયા પાસેથી જાણો ક્યારથી શરૂ થશે બજારમાં તેજી

    શું છે નિયમો?- આ સાથે જો કોઈ ફાળવણી કરનારનું મૃત્યુ થાય છે તો નિયમો અનુસાર, પરિવારના સભ્યને જ લીઝ ટ્રાન્સફર કરવામાં આવશે. કોઈ અન્ય પરિવાર સાથે KDA કોઈ પણ જાતના કરાર નહીં કરે. આ કરાર હેઠળ, ફાળવણી કરનારાઓએ 5 વર્ષ માટે આ મકાનોનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર બાદ મકાનોની લીઝ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Indian Government, PM Awas Yojana

    આગામી સમાચાર