નવી દિલ્હી. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના (PM Awas Scheme) હેઠળ દેશના લાખો લોકોને સસ્તામાં ઘર ખરીદવાની તક આપી રહી છે. સરકારની આ સ્કીમમાં રોકાણકારોને 2.67 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિંક્ડ સબ્સિડી ઓફર કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ યોજનાનો ફાયદો તમે 31 માર્ચ 2021 સુધી લઈ શકો છો એટલે કે આપની પાસે હવે થોડાક જ દિવસનો બચ્યા છે. શરતો મુજબ પહેલીવાર ઘર ખરીદી રહ્યા છો તેવી સ્થિતિમાં આ સબ્સિડીનો ફાયદો લઈ શકાય છે.
2.50 લાખ સુધીનો મળે છે ફાયદો
આ યોજના અંતર્ગત પહેલી વાર ઘર ખરીદનારા લોકોને CLSS કે ક્રેડિટ લિંક્ડ સબ્સિડી આપવામાં આવે છે. એટલે કે ઘર ખરીદવા માટે હોમ લોન પર વ્યાજ સબ્સિડી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમને 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી હતી. તેમાં 2.50 લાખથી વધુ વધારે મધ્યમ વર્ગીય પરિવારોને લાભ મળશે. આ કેન્ર્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે, જેને 25 જૂન, 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.
આ સ્કીમનો ફાયદો એ લોકોને જ મળશે, જેમની પાસે માકું મકાન નથી. આ ઉપરાંત કોઈ સરકારી આવાસ યોજનાનો ફાયદો ન લેતા હોય. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરવા માટે Aadhaar જરૂરી હોય છે. સરકાર PMAY હેઠળ લોકોની ઓળખ કરવા માટે Census 2021 વસ્તી ગણતરીના આંકડા લે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર