નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટમાં ખર્ચ થશે 100 લાખ કરોડ રૂપિયા : PM મોદી

News18 Gujarati
Updated: August 15, 2020, 11:59 AM IST
નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટમાં ખર્ચ થશે 100 લાખ કરોડ રૂપિયા : PM મોદી
PM નરેન્દ્ર મોદી

અનુમાન મુજબ ભારતની આર્થિક વુદ્ધિ ઝડપથી વધારવા માટે વર્ષ 2030 સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માળખાગત સુવિધા પર 4.5 લાખ કરોડ ડોલર ખર્ચ કરવા પડશે.

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં ભારતને આધુનિકતા તરફ ઝડપથી લઇ જવા માટે દેશના Overall Infrastructure Developmentને એક નવી દિશા આપવાની જરૂર છે. આ જરૂરિયાત National Infrastructure Pipeline Projectથી પૂરી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ પર દેશ 100 લાખ કરોડ વધુ રૂપિયા ખર્ચ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. અલગ અલગ સેક્ટર્સમાં લગભગ 7 હજાર પ્રોજેક્ટની ઓળખ કરવામાં આવી છએ. એક તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી ક્રાંતિ લાવવાનો આ દ્વારા પ્રયાસ કરવામાં આવશે.

અનુમાન મુજબ ભારતની આર્થિક વુદ્ધિ ઝડપથી વધારવા માટે વર્ષ 2030 સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માળખાગત સુવિધા પર 4.5 લાખ કરોડ ડોલર ખર્ચ કરવા પડશે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન દ્વારા આ કામને અંજામ આપવામાં આવે છે.



સ્વંતત્રતા દિવસ પર લાલ કિલ્લાથી સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે એનઆઇપીથી અર્થવ્યવસ્થાને અનેક રીતના ફાયદા થશે. વેપારનો વિસ્તાર થશે. રોજગારની તક મળશે. લોકોના જીવન સ્તરમાં પણ સુધાર આવશે. તેનાથી ઇકોનોમિક ગ્રોથની અસર અનેક સ્તર પણ દેખાશે. માળખાગત સુવિધાઓ પર ખર્ચ વધારવાથી આર્થિક ગતિવિધિઓ વધશે. સરકારને રેવન્યૂ વધારવામાં મદદ મળશે. પરિયોજનાઓને સમયસર પૂરી કરવામાં મદદ મળશે.

વધુ વાંચો : Independence Day 2020 Highlights: દુનિયાએ લદ્દાખમાં આપણા જવાનોની વીરતા જોઇ લીધી : PM મોદી

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ હાલમાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર 102 લાખ કરોડ રૂપિયા ખર્ચો કરીને ભારતને 2025 સુધી 5 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનવાની વાત કહી હતી. આટલી મોટી રકમ ખર્ચ કરવાથી આર્થિક ગતિવિધિઓને ફાયદો મળશે. અને તેનાથી અર્થવ્યવસ્થાની માંગ વધશે અને રોજગારની તક વધશે.



સીતારમણે કહ્યું કે આ પ્રોજેક્ટની ઓળખ કરવામાં આવી છે. અને તેનો પાવર, રેલવી, શહેરી સિંચાઇ, પરિવહન, શિક્ષા અને સ્વાસ્થયથી જોડાયેલા સેક્ટરો છે. એનર્જીથી જોડાયેલા લગભગ 25 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની પણ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ સિવાય રસ્તાથી જોડાયેલા 20 લાખ કરોડ રૂપિયા અને રેલવેથી જોડાયેલા 14 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે.
Published by: Chaitali Shukla
First published: August 15, 2020, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading