હાથ જોડીને વિજય માલ્યાએ ભારતીય બેંકોને કહ્યું- તાત્કાલીક તમારા પૈસા પાછા લઈ લો

News18 Gujarati
Updated: February 14, 2020, 9:04 AM IST
હાથ જોડીને વિજય માલ્યાએ ભારતીય બેંકોને કહ્યું- તાત્કાલીક તમારા પૈસા પાછા લઈ લો
ભાગેડુ વિજય માલ્યા બ્રિટિશ હાઈકોર્ટમાં રડી પડ્યો, જજોની સમક્ષ હાથ જોડી અનેક આજીજી કરી

ભાગેડુ વિજય માલ્યા બ્રિટિશ હાઈકોર્ટમાં રડી પડ્યો, જજોની સમક્ષ હાથ જોડી અનેક આજીજી કરી

  • Share this:
લંડન : અનેક બેંકોના પૈસા લઈને લંડન ભાગી ચૂકેલો લિકરકિંગ વિજય માલ્યા (Vijay Mallya) ગુરુવારે બ્રિટિશ હાઈકોર્ટમાં રડી પડ્યો. માલ્યાએ કોર્ટમાં હાથ જોડીને કહ્યું કે ભારતીય બેંક તાત્કાલીક પૈસા પરત લઈ લે. રૉયલ કોર્ટ ઑફ જસ્ટિસની બહાર માલ્યાએ કહ્યું કે, હું મૂળ 100 ટકા રકમ પાછી આપવા માંગું છું. સીબીઆઈ અને ઈડી મારી સાથે જે કરી રહી છે તે કોઈ પણ રીતે યોગ્ય નથી. 64 વર્ષના વિજય માલ્યા પર ભારતની બેંકો સાથે 9 હજાર કરોડની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો આરોપ છે. આ મામલાની તપાસ ઈડી અને સીબીઆઈના હાથમાં છે.

માલ્યાએ કહ્યું કે, બેંકોની ફરિયાદ પર હું ચૂકવણી નથી કરી રહ્યો, હું ઈડીએ મારી સંપત્તિઓ જપ્ત કરી લીધી. મેં પીએમએલએ હેઠળ કોઈ અપરાધ નથી કર્યો કે ઈડીએ મારી સંપત્તિઓને જપ્ત કરી લીધી.

વકીલે કહ્યું- ખોટી જાણકારી આપી

ભારત સરકાર તરફથી રજૂ ક્રાઉન પ્રૉસિક્યૂશન સર્વિસ (સીપેએ)એ માલ્યાના વકીલના એ દાવો ખોટો ઠેરવ્યો, જેમાં માલ્યાની વિરુદ્ધ ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના ચાર્જને અયોગ્ય કહેવામાં આવ્યા હતા. સુનાવણીમાં પ્રૉસિક્યૂશન તરફથી માલ્યાની વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવ્યા અને જણાવ્યું કે તેઓ બેંકોથી લોન પેટે 9 હજાર કરોડ રૂપિયા ચૂકવવાથી બચવા માટે બ્રિટન આવ્યા છે.

પ્રૉસિક્યૂશને એમ પણ કહ્યું કે માલ્યાની વિરુદ્ધ 32 હજાર પાનાના પુરાવા રજૂ કરવામાં આવી ચૂક્યા છે. ભારતમાં બેંકોએ તેની વિરુદ્ધ કેસ નોંધ્યા છે, જેમાં સુનાવણી માટે ભારતીય એજન્સીઓને માલ્યાની જરૂર છે.

તેની પર બચાવ પક્ષે પોતાની દલીલોમાં કહ્યું કે કિંગફિશર એરલાઇન આર્થિક દુર્ભાગ્યની શિકાર થઈ છે, જેવી રીતે અન્ય ભારતીય એરલાઇન્સ બની છે.બે જજોની બેન્ચ કરી રહી છે સુનાવણી

મામલાની સુનાવણી બે જજોની બેન્ચ કરી રહી છે. લાર્ડ જસ્ટિસ ઇરવિન અને જસ્ટિસ એલિઝાબેગ લાઇંગએ કહ્યું કે તેઓ આ ખૂબ જ જટિલ મામલાન પર વિચાર કર્યા બાદ અન્ય કોઈ તારીખનો નિર્ણય લેશે.

માલ્યા જામીન પર છે મુક્ત

વિજય માલ્યા પ્રત્યર્પણ વોરન્ટને લઈ જામીન પર છે. તેના માટે એ જરૂરી નથી કે તે સુનાવણીમાં હાજર રહે પરંતુ તે કોર્ટ આવી રહ્યો છે.

નોંધનીય છે કે વિજય માલ્યાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તત્કાલીન બ્રિટિશ ગૃહ સચિવ સાજિદ જાવિદ દ્વારા પ્રત્યર્પણ આદેશને મંજૂર કર્યાની વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી મેળવી હતી.

આ પણ વાંચો, પતિ કરી રહ્યો હતો ત્રીજા લગ્ન, પહેલી પત્નીએ જોરદાર ફટકાર્યો, ફાડ્યા કપડાં
First published: February 14, 2020, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading