Home /News /business /Plastic ban : પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવતા જ Wooden Cutleryની માંગમાં જબરદસ્ત ઉછાળો
Plastic ban : પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવતા જ Wooden Cutleryની માંગમાં જબરદસ્ત ઉછાળો
Wooden Cutleryની માંગમાં ઉછાળો
લોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલે તેના કન્ઝ્યુમર ઇન્સાઇટ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, પાછલા ત્રણ મહિનાની તુલનામાં માર્ચ-મેના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ પર વૂડ અને બાંબૂના ડીલર્સને સર્ચ કરવામાં 35 ટકાનો વધારો થયો છે. લગભગ 80% સર્ચ વૂડન વેપારીઓ માટે હતી અને બાકીની વાંસ માટે હતી.
દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, નિકાસ, વિતરણ, સ્ટોકિંગ અને ઉપયોગ પર પ્રતિબંધ (plastic ban) મુકાઈ ગયો છે. જેથી પ્લાસ્ટિકના અન્ય વિકલ્પો (Options of plastic) તરફ લોકોએ નજર દોડાવી છે. જેના પરિણામે વૂડન ટ્રે, સ્ટિરર્સ અને પ્લેટ્સ સહિતની વૂડન કટલરીની માંગ (Demand for wooden cutlery)માં જબ્બર ઉછાળો આવ્યો છે. મુરાદાબાદ, સહારનપુર, દિલ્હી અને કોલકાતા જેવા સ્થળોએ વૂડન કટલરીના ઉત્પાદકોને 25 ટકા વધુ ઓર્ડર મળી રહ્યા છે.
સરકાર દ્વારા સિંગલ-યુઝ પ્લાસ્ટિકની સ્ટિક, ધ્વજ, આઇસક્રીમની સ્ટિક, પ્લાસ્ટિકની પ્લેટ, કપ, ગ્લાસ, કટલરી, ચમચી, સ્ટ્રો અને આમંત્રણ કાર્ડ સહિત 19 વસ્તુઑ અને 100 માઇક્રોનથી ઓછાના પીવીસી બેનરો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ અગાઉથી જ નક્કી હતો. economictimesના અહેવાલ મુજબ આ બાબતે મુરાદાબાદ સ્થિત ઇન્ડિયન ક્રાફ્ટ ઇન્કના માલિક સઈદ હમઝા ખાન કહે છે કે, કેટલાક વેપારીઓએ અગાઉથી જ સ્ટોક માટે ઓર્ડર આપી દીધા હતા અને હવે તો ઘણી પૂછપરછ થઈ રહી છે. દક્ષિણ ભારતમાંથી વધુ માંગ છે અને વૂડન પ્લેટ અને કાંટાની ખૂબ માંગ જોવા મળે છે.
લોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલે તેના કન્ઝ્યુમર ઇન્સાઇટ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, પાછલા ત્રણ મહિનાની તુલનામાં માર્ચ-મેના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ પર વૂડ અને બાંબૂના ડીલર્સને સર્ચ કરવામાં 35 ટકાનો વધારો થયો છે. લગભગ 80% સર્ચ વૂડન વેપારીઓ માટે હતી અને બાકીની વાંસ માટે હતી. અહેવાલ અનુસાર, ચમચી, છરીઓ અને કાંટા, લાકડાની ટ્રે, લાકડાની ટ્રે,આઇસક્રીમની ચમચી અને વાંસની સ્ટિકની માંગ પણ વધી છે.
જસ્ટ ડાયલના ચીફ માર્કેટિંગ ઓફિસર પ્રસુન કુમારે જણાવ્યું હતું કે, ટકાઉપણું હવે વ્યવસાયોના મૂળમાં છે અને તે વ્યવસ્થામાં પરિવર્તન લાવી રહ્યું છે. ઉત્પાદકો સરકારી નિયમોનું પાલન કરવા માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિક માટે ટકાઉ વિકલ્પો શોધે છે. આને કારણે લાકડા અને વાંસના વેપારીઓની માંગમાં વધારો થયો છે. ટાયર-1 શહેરોમાં લાકડા અને વાંસના વેપારીઓ અંગે સર્ચમાં 22 ટકા અને ટાયર-2માં 29 ટકાનો વધારો થયો છે.
સહારનપુર સ્થિત બેગમ આર્ટ્સના માલિક મોહમ્મદ યુસુફે જણાવ્યું હતું કે, તેમને બેંગલુરુ, દિલ્હી અને મુંબઇમાંથી ક્વેરી આવી રહી છે. લાકડાની ટ્રે, ચમચી, કાંટા અને પ્લેટની ખૂબ માંગ છે. આ ડિમાન્ડ હોટેલ્સ, રેસ્ટોરાંમાં વધી છે. મુંબઇ અને દિલ્હીમાં સૌથી વધુ માંગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર