Home /News /business /શું તમે પણ ઘર લેવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન
શું તમે પણ ઘર લેવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન
હોમ લોન લેવા માટે આ બાબતોનું રાખો ધ્યાન. પ્રતિકાત્મક તસવીર
ઘરનું ઘર દરેક વ્યક્તિનું સપનું હોય છે. તેમાં પણ કોરોના મહામારી (Corona epidemic)બાદ પોતાના ઘરની ઇચ્છા લોકોમાં ઝડપથી વધવા લાગી છે. આજના સમયમાં આ સપનું પૂરૂ કરવું જેટલું સરળ લાગે છે તેટલું જ મોંઘુ અને જટિલ કાર્ય પણ છે.
ઘરનું ઘર દરેક વ્યક્તિનું સપનું હોય છે. તેમાં પણ કોરોના મહામારી (Corona epidemic)બાદ પોતાના ઘરની ઇચ્છા લોકોમાં ઝડપથી વધવા લાગી છે. આજના સમયમાં આ સપનું પૂરૂ કરવું જેટલું સરળ લાગે છે તેટલું જ મોંઘુ અને જટિલ કાર્ય પણ છે. ઘણી બેંકો પોતાની સેવા તરીકે અને લોકોના સપનાને હકીકત બનાવવા હોમ લોનની (home loan) સુવિધા આજે વિવિધ ઓફર્સ સાથે આપે છે. પરંતુ હોમ લોન લેતા પહેલા તેના તમામ સારા નરસા પાસાઓ અને નાણાકિય શરતો (Financial terms)જાણી લેવી ખૂબ જરૂરી છે. તમારે આ બાબતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ જેથી તમને ભવિષ્યમાં કોઇ સમસ્યા ઊભી ન થાય.
ઈમરજન્સી ફંડ
હોમ લોન લેતા પહેલા સુનિશ્ચિત કરો કે તમારી પાસે પૂરતુ ઈમરજન્સી ફંડ (Emergency Fund) છે કે નહીં. આકસ્મિક ભંડોળ ઊભુ કરી તમારા પરીવાર માટે ટર્મ પ્લાન અને મેડિકલ ઈન્શ્યોરન્સ મેળવવું જોઇએ. તમારું આ ઈમરજન્સી ફંડ તમને આગામી 6 મહિના સુધી સુરક્ષા આપી શકે તેવું હોય તેનું ધ્યાન રાખવું જોઇએ. અને સાથે જ હોમ લોન પર નવી EMI પદ્ધતિમાં પણ આ ફંડ મહત્વનું પરીબળ છે.
ડાઉન પેમેન્ટ
બાકી રહેતી રકમની લોનને મંજૂર કરતા પહેલા બેંકો તમને પ્રોપર્ટીની કિંમતના 20 ટકા પૈસા અગાઉથી ચૂકવવા જણાવશે. નાણાકિય સલાહકારો મુખ્યત્વે મહત્તમ ડાઉન પેમેન્ટ પસંદ કરવાનું કહે છે, જેથી EMIની રકમ ઓછી થઇ શકે છે. પરંતુ તમારી બચતને સંપૂર્ણ ખતમ ન કરો. ઉપરાંત સ્ટેમ્પ ડ્યૂટી અને જીએસટી (GST)માટે થોડા લાખ રૂપિયા બચાવીને રાખો.
EMI પ્લાનિંગ
જો બેંક તમને મોટી લોન આપવા માટે સહમતી દર્શાવે તો, ધ્યાન રાખો કે તમને EMI પરવડી શકશે કે નહીં. ટેક્સ બેનિફિટ્સની લાલચમાં ન આવો. તમારી ક્ષમતા અંગેની ગણતરી પહેલા કરો.
તમારા નિર્ધારીત લક્ષ્યો
EMI થોડા સમય માટે તમારા અન્ય નાણાકિય લક્ષ્યોને પાછળ રાખી છે. જો તમે જીવનના અન્ય લક્ષ્યો માટે ફાળવણી કરી શકતા નથી, તો પ્રયાસ કરો અને તેને જરૂરિયાત પ્રમાણે ગોઠવો. ઉચ્ચ શિક્ષણ જેવા ઉદ્દેશ્યોને પાછળ રાખશો નહીં. જોકે તમારી લિસ્ટમાંથી અમુક લક્ષ્યોને તમે અસ્થાયી રૂપે ઓછા કરી શકો છો.
હોમ લોનની રકમ તમને કઇ રીતે મળશે?
હોમ લોન તમને હપ્તા સ્વરૂપે અથવા એકસાથે આપવામાં આવે છે. તેમાં વધુમાં વધુ 3 હપ્તા હોય શકે છે. જોકે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના કેસમાં લોનની રકમ કન્સ્ટ્રક્શનની પ્રગતિના હિસાબે આપવામાં આવે છે. આ પ્રકારની પ્રોપર્ટીના કેસમાં તમે લોન આપનાર બેંક સાથે તેવો એગ્રિમેન્ટ કરી શકો છો જેમાં કન્સ્ટ્રક્શનના હિસાબે હોમ લોનની રકમ બિલ્ડર આપવામાં આવશે. રેડી ટૂ મૂવ પ્રોપર્ટીના કેસમાં લોનની રકમ એકસાથે મેળવી શકાય છે.
હોમ લોન પર વ્યાજ દરનો વિકલ્પ શું છે?
હોમ લોન પર વ્યાજ દર ફિક્સ્ડ અથવા ફ્લેક્સિબલ હોઇ શકે છે. ફિક્સ્ડમાં વ્યાજ દર પહેલાથી જ નક્કી થાય છે અને ફ્લેક્સિબલમાં તે બદલાતા રહે છે.
હોમ લોનમાં કઇ કોસ્ટનો સમાવેશ થાય છે?
- જ્યારે તમે હોમ લોન લો છો તો માત્ર લોનનો જ હપ્તો ચૂકવતા નથી. પરંતુ તેની સાથે ઘણા ખર્ચાઓ સામેલ હોય છે. જોકે આ દરેક કેસમાં લાગૂ પડતું નથી.
- લોન અમાઉન્ટનો 1 ટકા પ્રોસેસિંગ ચાર્જ હોઇ શકે છે, જેને બેંક ઘણી વખત માફ કરે છે. વધુ મોંઘી પ્રોપર્ટીના કેસમાં બે વેલ્યુએશન કરવામાં આવે છે અને નીચલા વેલ્યુએશન પર લોન સેક્શન કરવામાં આવે છે.
- તેને લોન આપનાર બેંક ટેક્નિકલ ઇવેલ્યુશન ફી કહે છે. લોન આપનાર બેંક લોન લેનાર વ્યક્તિના કાગળો ચેક કરવા માટે બીજી ફર્મને નિયુક્ત કરે છે. તેનો ખર્ચ પણ પ્રોસેસિંગ ફીમાં સામેલ હોય છે, અમુક તે અલગથી ચાર્જ કર છે.
તમે જેટલા સમયગાળા માટે હોમ લોન લીધી છે, તે પહેલા પણ લોન બંધ કરી શકો. જો તમે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટમાં છો તો તેના માટે કોઇ ચાર્જ લાગતો નથી, પરંતુ ફિક્સ્ડ રેટમાં બેંક ચાર્જ લગાવી શકે છે.
હોમ લોનનો માસિક હપ્તો શું છે?
દર મહિને તમે બેંકને જે રકમ ચૂકવો છો અને તેમાં વ્યાજ અને મૂળ રકમ બંને હોય છે. તેને જ ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ અથવા ઇએમઆઇ કહેવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર