કાર ખરીદવા લોન લેવાનું વિચારી રહ્યા છો? જુઓ કઈ બેન્ક ઓછા વ્યાજદરે આપે છે લોન

કાર લોન (પ્રતીકાત્મક તસવીર)

Car loan: જો તમે પહેલેથી જ અન્ય લોન લીધી છે, તો તમારે કાર લોન (Car loan)ની યોગ્ય રકમની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે, જેથી તમે સમયસર લોનની ચૂકવણી કરી શકો.

  • Share this:
મુંબઈ: શું તમે કાર ખરીદવા માટે કાર લોન (Car Loan) લેવાનું વિચારી રહ્યા છો? તો આ દિવાળી પર ઘરે નવી કાર લાવવાની ખૂબ જ સારી તક છે. કાર લોન માટે અરજી કરતા પહેલા અલગ અલગ બેન્કના લોન પરના વ્યાજ દરની સરખામણી કરી લેવી જોઈએ. તેનાથી તમે બેસ્ટ ડીલ (Best deal) મેળવી શકશો. કાર લોન લેતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારે એવા EMI એમાઉન્ટની પસંદગી કરવી જોઈએ, જેનાથી તમારી રોજિંદી નાણાકીય જરૂરિયાત પર અસર ન થાય. જો તમે પહેલેથી જ અન્ય લોન લીધી છે, તો તમારે કાર લોન (Car loan)ની યોગ્ય રકમની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે, જેથી તમે સમયસર લોનની ચૂકવણી કરી શકો.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)

આ ફેસ્ટિવ સીઝનમાં અનેક ઓટોમોબાઈલ કંપનીઓ અનેક પ્રકારની ઓફર સ્કીમ (Best New Car Offers 2021) લોન્ચ કરી રહી છે. જો તમે કાર લોન લેવા ઈચ્છો છો, તો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્પેશિયલ ઓફરનો લાભ લઈ શકો છો.

વ્યાજદર

SBIના ગ્રાહક YONO APP પર જઈને રેગ્યુલર કાર લોન માટે એપ્લાય કરી શકે છે. SBIની વેબસાઈટ પર આપેલ જાણકારી અનુસાર કાર લોન પર 7.25%થી 7.95%નો વ્યાજદર ચૂકવવાનો રહેશે. સાથે જ કારની ઓન રોડ પ્રાઇસનું 90% સુધી ફાઈનાન્સ થઈ શકે છે. લોનની ચૂકવણી કરવા માટે ગ્રાહક 3 વર્ષથી 7 વર્ષ સુધીની સમય પસંદ કરી શકે છે. સાથે જ જેમ-જેમ લોન ચુકવશે, તેમ-તેમ દર વખતે ઓછી થતી રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવશે.

બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra)

બેન્ક ઓફ મહારાષ્ટ્રના નિવેદન અનુસાર, રાતોરાત MCLR માં ઘટાડો કરીને 6.70 ટકા કરવામાં આવ્યો છે. MCLR 1 મહિના માટે 6.80 ટકા, 3 મહિના માટે 7.10 ટકા અને 6 મહિનાની અવધિ માટે 7.15 ટકા MCLR નક્કી કરવામાં આવ્યો છે. એક વર્ષના MCLRના 5 બેઝિસ પોઈન્ટ ઘટાડીને 7.25 ટકા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં તહેવારની સીઝનમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રએ હોમ લોન, કાર લોન અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે.

RLLRમાં ઘટાડો થયા બાદ ગ્રાહકોને હોમ લોન (Home Loan), કાર લોન અને ગોલ્ડ લોન (Gold Loan) ના સેગમેન્ટ પર ઝીરો પ્રોસેસિંગ ફીનો લાભ મળશે. તહેવારમાં ગ્રાહકોને સસ્તી લોન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. RLLRમાં ઘટાડો થયા બાદ હોમ લોન પર 6.8 ટકા, કાર લોન પર 7.05 ટકા અને ગોલ્ડ લોન પર 7 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ટોયોટાએ લોન્ચ કરી મારુતિ સુઝુકીની Ertiga પર આધારિત Rumion MPV, આવા છે તેના ફીચર

બેન્ક ઑફ બરોડા

બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) એ પણ રિટેલ લોન ઓફરની જાહેરાત કરી છે. બેન્ક ઓફ બરોડાએ હોમ લોન અને કાર લોનના વ્યાજ દર પર 0.25 ટકાની છૂટ આપી છે.

કાર લોન માટેના વ્યાજ દર અને EMI રકમ












































































































બેન્ક  વ્યાજદર  EMI
પંજાબ નેશનલ બેન્ક 7.05%  રૂ. 19,825
ઈન્ડિયન બેન્ક 7.15% રૂ. 19,872
SBI 7.20%  રૂ. 19,896
સેન્ટ્રલ બેન્ક 7.25% રૂ. 19,919
યૂનિયન બેન્ક 7.25% રૂ.19,919
કેનરા બેન્ક 7.30% રૂ.19,943
બેન્ક ઓફ ઈન્ડિયા 7.35%  રૂ.19,967
 IDBI બેન્ક 7.35% રૂ.19,967
એક્સિસ બેન્ક 7.45% રૂ.20,014
IOB 7.55% રૂ.20,062
યૂકો બેન્ક 7.70% રૂ.20,133
કરુર વૈશ્ય બેન્ક 7.80% રૂ.20,181
ICICI બેન્ક 7.90% રૂ.20,229
J&K બેન્ક 7.95% રૂ.20,252
કર્ણાટક બેન્ક 8.05%  રૂ.20,300
ધનલક્ષ્મી બેન્ક 8.10% રૂ.20,324
ફેડરલ બેન્ક 8.50% રૂ.20,517
સાઉથ ઈન્ડિયન બેન્ક 9.05% રૂ.20,783
Yes બેન્ક 9.57%  રૂ.21,036



નોંધ: અહીંયા જણાવવામાં આવેલ ડેટા વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે. બેન્કના વ્યાજ દરના આધાર પર યાદી બનાવવામાં આવી છે. કાર લોન પર ઓછું વ્યાજ દર આપતી બેન્કોને લિસ્ટમાં ઉપર રાખવામાં આવી છે અને અધિક વ્યાજ દર આપતી બેન્કોને લિસ્ટમાં નીચે રાખવામાં આવી છે. 5 વર્ષની અવધિ ધરાવતી રૂ. 10 લાખની લોનના આધાર પર EMIની રકમની ગણતરી કરવામાં આવી છે. તમામ વ્યાજ દર બેન્કની શરતોને આધિન રહેશે.
Published by:Vinod Zankhaliya
First published: