Home /News /business /શું બાળકના ઉચ્ચ શિક્ષણ માટે નાણાંની જરૂરિયાત છે? અહીં આપવામાં આવ્યા છે તેના માટે કેટલાક ખાસ ઉપાય

શું બાળકના ઉચ્ચ શિક્ષણ માટે નાણાંની જરૂરિયાત છે? અહીં આપવામાં આવ્યા છે તેના માટે કેટલાક ખાસ ઉપાય

એજ્યુકેશન લોન (પ્રતિકાત્મક તસવીર)

Education Loan scheme- ટોપ યુનિવર્સિટીમાંથી (University)શિક્ષણ મેળવવાની ઈચ્છાની સાથે શૈક્ષણિક ખર્ચમાં પણ વધારો થયો છે

ભારત એક સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે. ભારતીય સમાજ શિક્ષા (Education)પર વધુ ભાર મૂકે છે. બાળપણથી જ બાળકને શિક્ષાનું મહત્વ સમજાવવામાં આવે છે. જેથી તેઓ ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. શિક્ષણના મહત્વને સમજીને ભારતીય માતા-પિતા તેમના બાળકોને સર્વોત્તમ શિક્ષણ પ્રદાન (Higher Education)કરવા માટે તમામ યોગ્ય પ્રયાસો કરે છે.

શિક્ષણ માટેની નાણાંકીય જરૂરિયાત

આજકાલ મોંઘવારીમાં (Inflation)ખૂબ જ વધારો થઈ રહ્યો છે, આ પરિસ્થિતિને ધ્યાને લેતા માત્ર બચત કરીને જરૂરિયાત પૂર્ણ કરવી ખૂબ જ મુશ્કેલ છે. તમામ ખર્ચાઓને પૂરા કરવા માટે માત્ર બચત કરવી તે એક યોગ્ય ઉપાય નથી. ટોપ યુનિવર્સિટીમાંથી (University)શિક્ષણ મેળવવાની ઈચ્છાની સાથે શૈક્ષણિક ખર્ચમાં પણ વધારો થયો છે.

માતા-પિતા તેમના બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માટે એજ્યુકેશન લોન (Education Loan)લઈ શકે છે. યંગ પ્રોફેશનલ્સ વધતી હરિફાઈને ધ્યાનમાં રાખીને તેમના ટેલેન્ટ અને સ્કીલને યોગ્ય દિશામાં લઈ જઈ રહ્યા છે. એમ્પ્લોર્સ યોગ્ય ઉમેદવારની શોધમાં રહે છે. આ લોનની મદદથી યુવાઓ અપ સ્કિલિંગ પ્રોગ્રામની મદદથી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.

આ મહામારીમાં લોકોએ પોતાના ભવિષ્યને ઊજ્જવળ બનાવવા માટે શિક્ષણ પર અધિક વિશ્વાસ કર્યો છે. અનેક વિદ્યાર્થીઓ શૈક્ષણિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે જાતે જ આગળ આવી રહ્યા છે. માતા પિતા પર નાણાકીય બોજો ઓછો પડે તે માટે રોકાણની મદદથી નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરી રહ્યા છે. યોગ્ય શિક્ષણ મેળવવા માટે એજ્યુકેશન લોન એક યોગ્ય વિકલ્પ છે.

એજ્યુકેશન લોન લેવા માટેનું પ્લાનિંગ

એજ્યુકેશન લોનમાં ટ્યૂશન ફીસ પણ સામેલ હોય છે, કોર્સ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમામ ખર્ચાઓને સમજવા ખૂબ જ જરૂરી હોય છે. વિદેશમાંથી ડિગ્રી મેળવવાના મામલે ટ્રાવેલ, રહેઠાણ અને જીવનનિર્વાહ ખર્ચ પણ સામેલ હોય છે. શૈક્ષણિક ખર્ચમાં વધારો થવાને કારણે કોઈનું શિક્ષણ મેળવવાનું સપનું પૂર્ણ ના થાય તેવું ક્યારેય પણ ન થવું જોઈએ.

આ પણ વાંચો - કચ્છમાં દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં 14GWh ગ્રિડ સ્કેલ બેટરી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના

લેન્ડરની પસંદગી

એજ્યુકેશન લોન મેળવવા ઈચ્છતા લોકો NBFC, બેંક અને ફિન્ટેક પ્રોવાઈડર્સની પસંદગી કરી શકે છે. વર્ષ 2020માં ભારતમાં કુલ એજ્યુકેશન લોન માર્કેટ રૂ. 93 હજાર કરોડનું હતું. માર્ચ 2021માં આ માર્કેટ રૂ. 99 હજાર કરોડનું થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2017થી અત્યાર સુધીમાં CAGRમાં 7 ટકાની વૃદ્ધિ થઈ છે.

લેન્ડરની પસંદગી કરતા સમયે ઈતિહાસ જાણવો અને તેના સેલિંગ પ્રેપોઝિશનને સમજવો ખૂબ જ જરૂરી છે. લોન પ્રોવાઈડર્સ કોલાટેરલના આધાર પર સિક્યોર અને અનસિક્યોર લોન પ્રદાન કરે છે. દરેક લોન પ્રોવાઈડર્સના વ્યાજદર અલગ અલગ હોય છે.

અરજીકર્તાએ તમામ જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે લોન મેળવવાના પ્રયાસ કરવા જોઈએ. સમયાનુસાર લોનની વ્યાજ સાથે ચૂકવણી થઈ શકે તે અનુસાર કાર્યકાળની પસંદગી કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ લોન ચૂકવવાની અન્ય રીતોને જરૂરથી યાદ રખવી જોઈએ. વિદ્યાર્થીઓએ શરૂઆતના દિવસોમાં સાદા વ્યાજની ચૂકવણી અને આંશિક વ્યાજની વિવિધ ચૂકવણીની રીત અને EMI ચૂકવણીની સાથે આપેલ તમામ જરૂરી માહિતી મેળવવી જોઈએ.

કસ્ટમાઈઝિંગ એજ્યુકેશન ફાઈનાન્સિંગ સોલ્યુશન

શૈક્ષણિક જરૂરિયાતને પહોંચી વળવા માટે યોગ્ય લેન્ડરની પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે. તેમની પાસે અનેક વિદ્યાર્થીઓ અને ઈન્સ્ટિટ્યુશન્સ સાથે કામ કરવાનો અનુભવ હોય છે. ઉધાર લેનાર વ્યક્તિ EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે. એજ્યુકેશન લોન લેવાની યોજના બનાવતા સમયે પીઅર-ટુ-પીઅર કન્વર્સેશનની મદદથી લોન સરળતાથી મેળવી શકાય છે.

અનેક લેન્ડર્સ વિદ્યાર્થીઓને યોગ્ય ઓફર આપી રહ્યા છે. અનેક લેન્ડર્સ ઉધાર લેનાર વ્યક્તિઓને યોગ્ય માર્ગદર્શન અને નાણાકીય યોજનાઓ પ્રદાન કરે છે. લેન્ડર્સ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સપનાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. નાની ઉંમરથી અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થા કરી શકાય છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે એજ્યુકેશન લોન લેવાની સલાહ આપવામાં આવે છે. ટેકનોલોજીની મદદથી ઘરે બેઠા એજ્યુકેશન લોન માટે અરજી કરી શકાય છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Education loan, University, શિક્ષણ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन