ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટમાં વિલંબ થતા રેલવે મંત્રીએ 9 રાજ્યોના CMને લખ્યો પત્ર, કહ્યું, વડાપ્રધાન બધું જોઈ રહ્યા છે

News18 Gujarati
Updated: August 30, 2020, 3:26 PM IST
ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટમાં વિલંબ થતા રેલવે મંત્રીએ 9 રાજ્યોના CMને લખ્યો પત્ર, કહ્યું, વડાપ્રધાન બધું જોઈ રહ્યા છે
ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટમાં સૌથી વધુ વિલંબ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યો છે, પીયૂષ ગોયલે યોગીને પત્રમાં લખી આ વાત

ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટમાં સૌથી વધુ વિલંબ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યો છે, પીયૂષ ગોયલે યોગીને પત્રમાં લખી આ વાત

  • Share this:
નવી દિલ્હીઃ રેલવે મંત્રી (Railway Minister) પીયૂષ ગોયલ (Piyush Goyal)એ 9 રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખી તેમને ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર (DFC) પરિયોજનામાં અડચણોને દૂર કરવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે વડાપ્રધાન પરિયોજના પર નજર રાખી રહ્યા છે. ગોયલે 9 મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં જમીન સંબંધી મુદ્દાઓ, ગ્રામીણોની માંગો અને રાજ્યના અધિકારીઓ દ્વારા ધીમી ગતિથી કામ કરવાના મામલા ઉઠાવ્યા, જેનાથી 81,000 કરોડ રૂપિયાના ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર પરિયોજનાનું કામ પ્રભાવિત થયું છે.

રેલવે મંત્રીએ મુખ્યમંત્રીઓને આ મામલે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ બાદ ગોયલે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઝારખંડના મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં કહ્યું કે, કેવી રીતે ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દો બની ગયો છે જેનં હજુ સુધી સમાધાન નથી થયું.

રેલવે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવ અનુસાર હાલમાં બે ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર નિર્માણાધીન છે- પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર જે ઉત્તર પ્રદેશથી મુંબઈ સુધી અને પૂર્વી ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર જે પંજાબના લુધિયાણાથી પશ્ચિમ બંગાળના દાનકુની સુધી છે અને આ કોરિડોરનું કામ ડિસેમ્બર 2021 સુધી પૂરી કરવાનું આયોજન હતું પરંતુ આ ડેડલાઇનને 6 મહિના એટલે કે જૂન 2022 સુધી લંબાવી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે કામમાં અડચણ ઊભી થવાના કારણે વિલંબ થયો.

આ પણ વાંચો, દીપક ચાહરને થયો છે કોરોના? બહેન માલતીએ સોશિયલ મીડિયા પર આપ્યું આવું રિએક્શન

પીયૂષ ગોયલે વિશેષ રૂપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને વ્યક્તિગત હસ્તક્ષેપ કરીને તેમના રાજ્યમાં ઊભી થઈ રહેલી અડચણોનું સમાધાન શોધવા આગ્રહ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં ડીએફસીનો વ્યાપ એક હજાર કિલોમીટરથી વધુ છે. ગોયલે પોતાના પત્રમાં કહ્યું કે, વડાપ્રધાને પરિયોજનાની પ્રગતિની ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છે. ડીએફસી 1,000 કિલોમીટરથી વધુ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી પસાર થાય છે. જોકે, ભૂમિ અધિગ્રહણ અને આરઓબી નિર્માણથી સંબંધિત કેટલાક મુદ્દા હજુ પણ કાયમ છે, જેને તાત્કાલિક ઉકેલવાની જરૂરી છે જેથી નિયમ સમયની અંદર પરિયોજનાનું કામ પૂરું થઈ શકે.

આ પણ વાંચો, કોણ છે રૉકી, સોફી અને વિદા, જેમનો ઉલ્લેખ PM મોદીએ ‘મન કી બાત’માં કર્યો

ગોયલે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્રમાં કહ્યું કે, જોકે વિભિન્ન જિલ્લાઓમાં પેન્ડિંગ મધ્યસ્થતા અને ભૂમિ અધિગ્રહણમાં અડચણ દૂર કરવામાં વિલંબથી પ્રોજેક્ટ પર પ્રતિકૂળ પ્રભાવ પડી રહી છે. તમે આ વાતને સમજશો કે પરિયોજનાના કામને શરૂ કરવા માટે આ અડચણોને દૂર કરવી ખૂબ જરૂરી છે.
Published by: Mrunal Bhojak
First published: August 30, 2020, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading