RCEP વિશે પીયૂષ ગોયલે સોનિયા ગાંધી પર વળતો હુમલો કરતાં સવાલોનો મારો ચલાવ્યો

જ્યારે આસિયાનની સાથે એફટીએ પર 2010માં હસ્તાક્ષર થયા હતા, ત્યારે સોનિયાજી ક્યાં હતા : પીયૂષ ગોયલ

News18 Gujarati
Updated: November 3, 2019, 12:16 PM IST
RCEP વિશે પીયૂષ ગોયલે સોનિયા ગાંધી પર વળતો હુમલો કરતાં સવાલોનો મારો ચલાવ્યો
જ્યારે આસિયાનની સાથે એફટીએ પર 2010માં હસ્તાક્ષર થયા હતા, ત્યારે સોનિયાજી ક્યાં હતા : પીયૂષ ગોયલ
News18 Gujarati
Updated: November 3, 2019, 12:16 PM IST
નવી દિલ્હી : કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal)એ પ્રસ્તાવિત રીજનલ કમ્પ્રેહેન્સિવ ઇકોનૉમિક પાર્ટનરશીપ (RCEP) અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTA) પર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ની ટિપ્પણીઓનો જવાબ આપ્યો છે. તેઓએ શનિવારે કહ્યુ કે, યૂપીએ સરકારમાં જ ભારત આ સમજૂતી માટેની મંત્રણમાં સામેલ થયું હતું.

પીયૂષ ગોયલ (Piyush Goyal)એ ટ્વિટ કર્યુ કે, સોનિયા ગાંધીજી આરસીઈપી અને એફટીએ વિશે અચાનક જાગી ગયા છે. જ્યારે આસિયાનની સાથે એફટીએ પર 2010માં હસ્તાક્ષર થયા હતા, ત્યારે તેઓ ક્યાં હતા? જ્યારે દક્ષિણ કોરિયાની સાથે એફટીએ પર 2010માં હસ્તાક્ષર થયા હતા, ત્યારે તેઓ ક્યાં હતા? જ્યારે મલેશિયાની સાથે એફટીએ પર 2011માં હસ્તાક્ષર થયા હતા, જ્યારે જાપાનની સાથે 2011માં એફટીએ પર હસ્તાક્ષર થયા હતા, ત્યારે તેઓ ક્યાં હતા?



ગોયલે ટ્વિટ કર્યુ કે, તેઓ ત્યારે ક્યાં હતા જ્યારે તેમની સરકારે આસિયાન દેશો માટે પોતાનું 74 ટકા બજાર ખોલી દીધું હતું, પરંતુ ઇન્ડોનેશિયા જેવા અમીર દેશોએ ભારત માટે માત્ર 50 ટકા બજાર ખોલ્યું હતું? તેઓ અમીર દેશોને ભારે છૂટ આપવાની વિરુદ્ધ કેમ ન બોલ્યાં?

પીયૂષ ગોયલે સોનિયા ગાંધી પર વળતો હુમલો કર્યો

ગોયલે ટ્વિટ કરીને કહ્યુ કે, તે સમયે સોનિયાજી ક્યાં હતી, જ્યારે તેમની સરકાર 2007માં ભારત-ચીન એફટીએ પર વિચાર કરવા પર સહમત થઈ હતી? મેન આશા છે કે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ તેમના આ અપમાનની વિરુદ્ધ બોલશે.



સોનિયા ગાંધીએ આરસીઈપીને લઈ ઉઠાવ્યા હતા સવાલ

સોનિયા ગાંધીએ એશિયા-પ્રશાંતના 16 દેશોની સાથે પ્રસ્તાવિત આરસીઈપી સમજૂતીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, સરકારના અનેક નિર્ણયોથી અર્થવ્યવસ્થાને શું ઓછું નુકસાન થયું હતું કે હવે તે આરસીઈપીના માધ્યમથી મોટું નુકસાન પહોંચાડવાની તૈયારીમાં છે. તેનાથી આપણા ખેડૂતો, દુકાનદારો, લઘુ તથા મધ્યમ એકમો પર ગંભીર પરિણામ આવશે.

આ પણ વાંચો, રઘુરામ રાજને કહ્યું - મોટા રિફોર્મ્સ માટે સરકારમાં દમ, ઉઠાવવા પડશે જરુરી પગલાં
First published: November 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...