Fact Check: પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ 5 લાખ રૂપિયા આપી રહી છે સરકાર?

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કેન્દ્ર સરકાર ખેડૂતોને અડધા ભાવે ટ્રેક્ટર આપી રહી છે, જાણો શું છે હકીકત

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કેન્દ્ર સરકાર ખેડૂતોને અડધા ભાવે ટ્રેક્ટર આપી રહી છે, જાણો શું છે હકીકત

  • Share this:
    નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને અડધા ભાવે ટ્રેક્ટર આપી રહી છે. વાયરલ સમાચાર મુજબ, સરકાર પીએમ કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojana) હેઠળ ખેડૂતોને અડધા ભાવે ટ્રેક્ટર આપી રહી છે. વિજ્ઞાપન મુજબ, સરકાર પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ 5 લાખ રૂપિયા આપી રહી છે. ભારત સરકારના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check)એ અડધા ભાવમાં ટ્રેક્ટર આપવાના દાવાને ખોટું (Fake) ગણાવતા કહ્યું છે કે આ વિજ્ઞાપન નકલી છે. કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના છે જ નહીં.

    બનાવટી વિજ્ઞાપનમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ સરકાર 5 લાખ રૂપિયા આપી રહી છે. વિજ્ઞાપનમાં આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા માપદંડો તથા અરજી વિશે તમામ જાણકારીનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, પીઆઇબી ફેક્ટ ચેકે તેને બનાવટી વિજ્ઞાપન કરાર કરી છે.



    આ પણ વાંચો, UP: 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા

    કેન્દ્ર સરકાર ખેતીમાં યૂરિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે?

    થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થયા હતા કે ભારત સરકાર ખેતરોમાં યૂરિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. આ દાવાની સાથે અખબારમાં પ્રકાશિત સમાચારનું કટિંગ પણ વાયરલ થઈ રહ્યું હતું. અખબારમાં પ્રકાશિત આ સમાચારના હેડિંગમાં ખેતીમાં હવે યૂરિયાનો ઉપયોય બંધ કરશે સરકાર એવું લખેલું હતું. પરંતુ જ્યારે આ સમાચાર વિશે તપાસ કરવામાં આવી તો ઇન્ટરનેટ પર આવા કોઈ સમાચાર ન મળ્યા, જેનાથી એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે ભારત સરકાર યૂરિયાના ઉપયોગ પર પ્રતિબંધ નથી લગાવવાની.

    આ પણ વાંચો, પશ્ચિમ બંગાળમાં તિરંગો ફરકાવવા મામલે થયેલા વિવાદમાં BJP કાર્યકર્તાની હત્યા

    પીઆઈબી ફેક્ટ ચેકમાં ખેતરમાં યૂરિયાના પ્રતિબંધના દાવાને ફેક ગણાવતાં કહ્યું કે, આ દાવો બનાવટી છે. ભારત સરકારે ખેતરમાં યૂરિયાના ઉપયોગને બંધ કરવાના સંદર્ભમાં કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.
    Published by:Mrunal Bhojak
    First published: