Fact check : જન ધન ખાતામાંથી નાણાં ઉપાડવા માટે તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે? જાણો સચ્ચાઇ

પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયામાં અનેક વાતો વાયરલ થતી રહે છે. પણ દરેક વાત સાચી હોવી તે જરૂરી નથી. વિગતવાર વાંચો.

  • Share this:
    ખાતામાંથી નાણાં ઉપાડવાની આ ત્રણ ખબરોથી સામાન્ય લોકો હાલ વ્યાકુળ થઇ રહ્યા છે. પહેલી ખબર જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જાહેર ક્ષેત્રની કેટલીક મોટી બેંકો હવે ખાતામાંથી રોકડ ઉપાડવા અને જમા કરાવવા માટેનો ચાર્જ વધારશે. બીજી ખબરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જન ધન એકાઉન્ટ્સમાંથી નાણાં ઉપાડવા માટે 100 રૂપિયા વસૂલવામાં આવે છે. ત્રીજી ખબર જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બેંક ઓફ બરોડાએ બચત ખાતામાં રોકડ થાપણો અને ઉપાડ પરનો ચાર્જ વધાર્યો છે. પરંતુ, હવે પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check)એ આ ત્રણેય દાવાઓને ખોટા જાહેર કર્યા છે. પીઆઈબીએ આ વિશે એક ટ્વિટ જાહેર કર્યું છે.

    PIB એક સરકારી એજન્સી છે જે ભારત સરકારની નીતિ, કાર્યક્રમની સમેત અન્ય સિદ્ધિઓ વિશે છાપા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને માહિતગાર કરે છે. તાજેતરમાં, પીઆઈબીએ બનાવટી સમાચારોને ખોટા પાડવા અને તથ્યની તપાસ કરવાનું બેડું ઉપાડ્યું છે. આ અંતર્ગત, ભ્રામક માહિતીની તપાસ કરવામાં આવે છે જેથી જનતાને યોગ્ય અને સાચી માહિતી મળી શકે.

    પહેલા ટ્વીટમાં તેમાં જણાવાયું છે કે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જાહેર ક્ષેત્રની કેટલીક મોટી બેંકોએ બચત ખાતામાં રોકડ થાપણ અને રોકડ ઉપાડ માટેના ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે.પીઆઈબી ફેક્ટ ચેકમાં આ પર જાણકારી મેળવીને પછી કહ્યું છે કે આ દાવો ખોટો છે. તેમણે જણાવ્યું હતું કે, બચત ખાતામાં રોકડ રકમ જમા કરાવવા અને નાણાં ઉપાડના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય કોઇ બેંકોએ નથી લીધો.

    તેવી જ રીતે, અન્ય એક ટ્વિટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે #જનધન ખાતામાંથી દરેકટ્રાન્જીક્શન એટલે કે રોકડ ઉપાડવા માટે 100 રૂપિયા લેવામાં આવશે. આ મામલે પણ પીઆઈબી ફેક્ટ ચેક કહે છે કે આ દાવો ખોટો છે. જન ધન ખાતાઓની મફત બેંકિંગ સેવાઓ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ સંદર્ભમાં, આરબીઆઈની માર્ગદર્શિકાનું અહીં ચુસ્ત પણે પાલન થાય છે.

    વધુ વાંચો : સરદાર પટેલની જયંતી પર આ શું બોલી કંગના? મહાત્મા ગાંધી પર લગાવ્યો આરોપ

    ત્રીજા ટ્વીટમાં લખ્યું છે કે બેંક ઓફ બરોડાએ (Bank of Baroda) બચત ખાતામાં રોકડ રકમ જમા કરાવવા અને રોકડ ઉપાડ કરવાના ચાર્જ વધાર્યા છે. પીઆઈબી ફેક્ટ ચેક કહે છે કે આ દાવો પણ ખોટો છે. બેંક ઓફ બરોડાએ માહિતી આપી છે કે બચત ખાતામાં રોકડ થાપણ અને રોકડ ઉપાડના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો નથી.

    તમને જણાવી દઈએ કે સરકારથી સંબંધિત કોઈપણ સમાચાર સાચા છે કે ખોટા, તેના વિશે જાણવા માટે તમે PIB Fact Check ની પણ મદદ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ પીઆઈબી ફેક્ટ ચેક પર સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ કરી કે પછી વ્હોટ્સએપ નંબર 918799711259 પર શેર કરી કે pibfactcheck@gmail.com પર મેઇલ કરી આ મામલે સાચી જાણકારી મેળવી શકો છો.
    Published by:Chaitali Shukla
    First published: