નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વ હવે પેટ્રોલ-ડીઝલના (petrol -Diesel) વૈકલ્પિક ઈંધણ તરફ વળી રહી છે. પેટ્રોલ-ડીઝલની ખપતને અટકાવવા સિવાય પ્રદૂષણને પણ ધ્યાને રાખીને ઈલેકટ્રીક કારનો કોન્સેપ્ટ (The concept of an electric car) ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતમાં ટાટા, MG, મહિન્દ્રા, હ્યુન્ડાઈ અને મારૂતિની પણ ઈલેકટ્રીક ગાડીઓ પાઈપલાઈનમાં જ છે.
જોકે આ યાદીમાં હવે વિશ્વવિખ્યાત કંપની ટોયોટા(Toyota)નું નામ પણ જોડાવા જઈ રહ્યું છે. સાદી ઈલેકટ્રીક કારથી લઈને હવે ચેન્જમેકર ઈલેકટ્રીક કારના કોન્સેપ્ટ સેગમેન્ટમાં ટોયોટા ઝંપલાવી રહી છે. આ EV કારનું નામ કંપનીએ ‘X-Prologue’ આપ્યું છે.
ફોટો થયા લીક : કારવાલે (Carwale)ના રીપોર્ટ અનુસાર કંપનીએ લોન્ચિંગ પહેલા કારના ગ્લીમ્પસ આપતા ફોટો બહાર પાડયા છે. આ ફોટોમાં કારની C-શેપવાળી LED લાઈટ ખૂબ જ આકર્ષક છે. હેડલાઈન ટર્નિંગ ચીઝી નોઝ જેવું હશે. કારના ડિઝાઈન પર નજર કરીએ તો એક્સ પ્રોલોગ(X-Prologue) એલિગન્ટ અને ક્લાસી છે. તે e-TNGA પ્લેટફોર્મ આધારિત ઈલેકટ્રીક વ્હિકલ હશે. કારને જમ્બો લૂક આપવાને બદલે નિર્માતાએ કારની ડિઝાઈનમાં કેટલાક સૂક્ષ્મ કર્વ્સ આપ્યા છે, જે કારને અટ્રેકટીવ બનાવે છે.
X-Prologue કોમ્પેક્ટ અને મોટી સાઈઝની ક્રોસઓવર, મિનિવાન અને સેડાનમાં પણ આવશે. આ તમામ વેરિયન્ટનું અલગ-અલગ નામ હશે, આ અંગે કંપની સત્તાવાર લોન્ચિંગ પછી જણાવશે.
આ કાર ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ, રીઅર-વ્હીલ ડ્રાઇવ અને ઓલ વ્હીલ ડ્રાઇવ સેટઅપ્સને પણ સપોર્ટ કરશે. આ ઉપરાંત આ ઇલેક્ટ્રિક વાહનમાં હોમ ઈવી બેટરીથી લઈને મોટા કદની બેટરી અને ઇલેક્ટ્રિક મોટર આઉટપુટનું ધરાવતી હશે.
" isDesktop="true" id="1079440" >
જાપાનીઝ ઓટો કંપનીની પ્રથમ ઈલેકટ્રીક કારનું 17મી માર્ચના રોજ ગ્લોબલ લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. શરૂઆતી તબક્કે કંપની આ કારનું વેચાણ યુરોપના બજારમાં જ કરવા જઈ રહી છે અને EVનું ઉત્પાદન જાપાન સ્થિત ઈલેકટ્રીક વ્હિકલ ફેક્ટરીમાં કરશે. સંભવિત છે કે જાપાન એકમમાં ઉત્પાદન થવાથી કંપની જાપાનીઝ બજારમાં કાર લોન્ચ શરૂઆતના ફેઝમાં જ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર