ફોન, સ્માર્ટ વોચ સહિતની વસ્તુઓ થશે મોંઘી, ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો

સરકાર આવું પગલું ભારતીય રૂપિયાને અમેરિકાના ડોલર સામે વધુ ગગડતો અટકાવવા માટે લઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 14 ટકા જેટલો ગગડ્યો છે.

News18 Gujarati
Updated: October 12, 2018, 10:28 AM IST
ફોન, સ્માર્ટ વોચ સહિતની વસ્તુઓ થશે મોંઘી, ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો
સરકારને પગલાંથી ફોન મોંઘા થશે.
News18 Gujarati
Updated: October 12, 2018, 10:28 AM IST
નવી દિલ્હીઃ રૂપિયાને ગગડતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે વિદેશમાંથી આયાત કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને સંચારમા સાધનો પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરશે. સરકારનો આવું કરવા પાછળનો ઉદેશ્ય ઇન્પોર્ટ કરવામાં આવતી વસ્તુઓ પર લગામ લગાવવાનો છે.

છેલ્લા બે અઠવાડિયામાં સરકાર દ્વારા બીજી વખત ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે સરકારે ડ્યૂટીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સરકાર દેશમાં ઇમ્પોર્ટ કરવામાં આવી રહેલી એવી વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી રહી છે જે જીવન નિર્વાહ માટે જરૂરી ન હોય.

સરકારના આ નિર્ણયને કારણે ચીન, અમેરિકા સહિતના દેશો સાથે વેપાર બાબતે ભારતના સંબંધોમાં અંતર આવી શકે છે. એટલું જ નહીં ભારતમાં મોટા પ્રમાણમાં વસ્તુઓનો નિકાસ કરતી મોટી કંપનીઓ જેવી કે, સિસ્કો સિસ્ટમ ઇન્ક, હુવાઇ ટેક્નોલોજી કો, ઝેડટીઈ કોર્પ, એરિક્સન, નોકિયા અને સેમસંગે ઇલેક્ટ્રોનિક્સને આ નિર્ણયથી ઝટકો લાગી શકે છે.

સરકાર આવું પગલું ભારતીય રૂપિયાને અમેરિકાના ડોલર સામે વધુ ગગડતો અટકાવવા માટે લઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 14 ટકા જેટલો ગગડ્યો છે.

જોકે, સરકાર કઇ પ્રોડક્ટ પર કેટલી ઇમ્પોર્ટ ડ્યૂટી વધારશે તે હાલ જાણવા મળ્યું નથી. પરંતુ સરકારના આવા નિર્ણયથી સ્માર્ટવોચ, વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ ઇક્વિપમેન્ટ, ફોન, ઇથરનેટ સ્વિચ જેવી આઇટમનો ભાવ વધી શકે છે.

શુક્રવારથી નવા દરો લાગૂ કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સરકારના આ નિર્ણયને કારણે મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે, રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ, ભારતી એરટેલ અને આઇડિયાને પણ અસર પડશે. સરકારના આવા નિર્ણયથી વડાપ્રધાન મોદીના 'મેક ઇન ઇન્ડિયા' એજન્ડાને પણ વેગ મળશે.
Loading...

નોંધનીય છે કે સરકારે મોબાઇલ ફોન, ટીવી સેટ્સ સહિતની વસ્તુઓ પર ડિસેમ્બરમાં જ ઇમ્પોર્ટ ટેક્સમાં વધારો કર્યો હતો. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં બજેટ વખતે સરકારે વધારે 40 વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી હતી.

ગયા મહિને જ સરકારે 19 વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કર્યો હતો. જેમાં એસી, રેફ્રિજરેટર, ફૂટવેર, સ્પિકર્સ, લગેજ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ વગેરેનો સમાવેશ થતો હતો.
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...