Home /News /business /

જુગારમાં 1000 કરોડ હાર્યા Gioneeના ચેરમેન, કંપની દેવાળિયું ફૂંકવાની કગાર પર

જુગારમાં 1000 કરોડ હાર્યા Gioneeના ચેરમેન, કંપની દેવાળિયું ફૂંકવાની કગાર પર

કેસીનોમાં જુગાર રમતી વખતે કથિત રીતે જિયોનીના ચેરમેન Liu Lirongએ 1000 કરોડ રૂપિયા હાર્યા (ફાઇલ ફોટો)

કેસીનોમાં જુગાર રમતી વખતે કથિત રીતે જિયોનીના ચેરમેન Liu Lirongએ 1000 કરોડ રૂપિયા હાર્યા

    ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોનીએ ભલે ઓપ્પો, વીવો અને શિયોમીની જેમ લોકપ્રિયતા ન મેળવી હોય પરંતુ તેને એક મોટી બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મળતા અહેવાલો મુજબ ચીનની આ કંપની મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને દેવાળિયું થઈ જવાના આરે છે. જોકે, તે અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ જાણકારી નથી આપવામાં આવી.

    સિક્યોરિટીઝ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, કંપની સપ્લાયર્સને પૈસા આપવામાં નિષ્ફળ રહી અને એક સોદા પર કામ કરવા માટે તેની સાથે મુલાકાત કરી છે. આ મીટિંગ 20 સપ્લાયર્સ દ્વારા શેન્જેન ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટમાં દેવાળિયાને લઈને અરજી દાખલ કર્યા બાદ કરવામાં આવી.

    ચીનની વેબસાઇટ Jiemianએ લખ્યું કે, જિયોનીના ચેરમેન Liu Lirong સાઇપૈનના એક કેસીનોમાં જુગાર રમતી વખતે કથિત રીતે 10 અરબ યુઆન (લગભગ 1000 કરોડ રૂપિયા) હારી ગયા, જેના કારણે કંપનીને આ ખરાબ સમયમાંથી પસાર થવું પડી રહ્યું છે. પરંતુ ત્યારબાદ Lirongએ સિક્યોરિટીઝ ટાઇમ્સને જણાવ્યું કે તે એક અરબ યુઆન હાર્યા છે. Lirongએ એવો પણ દાવો કર્યો કે તેમણે જુગાર રમવા માટે જિયોનીની કેશનો ખોટો ઉપયોગ નથી કર્યો પરંતુ એમ કહ્યું કે તેઓએ કંપનીના ફંડમાંથી ઉધાર લીધું છે.

    આ પણ વાંચો, રિલાયન્સે રૂ.1.3 કરોડમાં મીડિયા સ્ટાર્ટઅપ NEWJની ખરીદી ભાગીદારી

    કાઉન્ટરપોઇન્ટના રિસર્ચ અનુસાર 2017ના પહેલા ક્વાર્ટરમાં જ્યારે જિયોનીએ સેલ્ફી ફોકસ્ડ કેમેરાની સાથે એન્ટ્રી કરી હતી ત્યારે ભારતીય બજારમાં તેનો 4.6 ટકા શેર હતો. 15થી 30 હજારના પ્રાઇઝ બેકેટમાં વેચવાવાળી કંપનીમાં જિયોની ટોપ પાંચ બ્રાન્ડ પૈકીની એક રહી. ત્યારબાદ 2018ના બીજા ક્વાર્ટરમાં લેનોવો, માઇક્રોમેક્સ અને સોનીની સાથે જિયોનીએ પણ વર્લ્ડવાઇડ શિપમેન્ટમાં પડતી જોવા મળી.

    એપ્રિલમાં ન્યૂઝ આવ્યા કે ભારતની ટોપ 5 સ્માર્ટફોન બ્રાન્ડમાં સામેલ થનારી જિયોની આ વર્ષે 6.5 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ એપ્રિલમાં Gionee F205 અને Gionee S11 Liteની સાથે ભારતીય બજારમાં વાપસી કરી હતી. આ બંને ફોનને સેલ્ફીના શોખીન લોકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યા હતા.
    First published:

    Tags: Casino, Gionee, ચીન, સ્માર્ટફોન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन