Home /News /business /

ફાર્મસ્યૂટિકલ કંપની મંજૂરી વિના નહીં વેચી શકે દવા, કેન્દ્ર સરકાર લેશે એકશન

ફાર્મસ્યૂટિકલ કંપની મંજૂરી વિના નહીં વેચી શકે દવા, કેન્દ્ર સરકાર લેશે એકશન

    આજકાલ બજારમાં મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલ અને મંજૂરી વિના જ એન્ટી-ઓબેસિટી અને ફર્ટિલિટી ફોર્મ્યુલેશન જેવી દવાઓને બજારમાં વેચાઇ રહી છે, કેન્દ્ર સરકાર આવા ઉત્પાદકો સામે પગલા લેશે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટમાં આ સંશોધન એટલે કરવામાં આવશે જેથી ફાર્મા કંપનીઓ દ્વારા દવાની ક્વૉલિટી સુનિશ્ચિત કરવામાં આવે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને ડ્ર્ગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ છેલ્લા 3 મહિનામાં કેટલીય કંપનીઓને નિયમોના ઉલ્લંઘન બદલ કારણ દર્શાવો નોટિસ પણ ફટકારી છે. ડીસીજીઆઈની તપાસ અનુસાર આ દવાઓ ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, સિક્કિમ અને દમણના નાના ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવી રહી હતી અને આવી દવાઓને મોટી ફાર્મા કંપનીઓના લેબલ હેઠળ વેચવામાં આવી રહી હતી. આ મામલે FIR દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

    ડીસીજીઆઈના એક અધિકારીએ કહ્યું કે મંજૂરી વિનાની દવાઓ વેચવા બદલ કેટલીય કંપનીઓને કારણ દર્શાવો નોટિસ મોકલવામાં આવી છે. સાથે જ જણાવ્યું કે તપાસ દરમિયાન આવી દવાઓ બનાવવા માટેનો માલસામાન ચીનથી મંગાવવામાં આવતો હોવાનું માલુમ પડ્યુ્ં હતુ.

    ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટ અંતર્ગત દોષિત સાબિત થાય તેને 3થી 5 વર્ષની જેલ અને લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જો કે આવા કેસમાં મોટાભાગે ઉત્પાદક જ દોષિત હોવાનું સામે આવતું હોય છે અને મોટી ફાર્મા કંપનીઓ બચી જતી હોય છે.

    સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુડાને તમામ રાજ્યોના સચિવને પત્ર લખીને સૂચિત કર્યા છે કે આવી કંપનીઓની તપાસ કરવામાં આવે અને દોષિત કંપનીઓના લાઈસન્સ રદ કરી દેવામાં આવે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Medicines

    આગામી સમાચાર