નવી દિલ્હી : વર્તમાન સમયે રોકાણ કરવા માટે અનેક વિવિધ વિકલ્પો સામે આવ્યા છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારતા હોવ તો તમારી પાસે 23 જુલાઈ સુધી શાનદાર તક છે. જ્યાં તમે માત્ર રૂ. 5 હજાર રકમ રોકીને સારું એવું વળતર મેળવી શકો છો.
PGIM ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા PGIM ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. આ NFO સબસ્ક્રિપ્શન માટે આજે એટલે કે 9 જુલાઈથી ખુલશે અને 23 જુલાઈએ બંધ થશે. તો ચાલો આ ફંડ અંગે જાણીએ.
લાંબા ગાળા માટે કરો રોકાણ
ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફટી સ્મોલ કેપ 100 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ છે. આ યોજનાનો હેતુ સ્મોલ કેપ કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સાથે જોડાયેલા ઇક્વિપમેન્ટમાં રોકાણના માધ્યમથી લાભના રૂપમાં લાંબા ગાળે પૂંજીનું નિર્માણ કરવાનો છે. આ ભંડોળ તેના ઓછામાં ઓછું 65%ને સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરશે અને પોર્ટફોલિયોને આકર્ષક બનાવવા માટે અન્ય ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઉત્પાદનોની ગતિનો લાભ ઉઠાવશે. ફંડનું સંચાલન ઇક્વિટી રોકાણ માટે અનિરુદ્ધ નાહા, ડેટ અને મની માર્કેટ રોકાણો માટે કુમારેશ રામકૃષ્ણન અને વિદેશી રોકાણ માટે રવિ અદુકિયા દ્વારા કરવામાં આવશે.
સ્મોલ કેપમાં રોકાણ કરવાથી લાંબા ગાળે સંપત્તિ નિર્માણ અને ઊંચું વળતર મેળવવાની ક્ષમતા ઊભી થાય છે. હાલ અર્થવ્યવસ્થા ફરી પાટે ચઢી રહી છે, માંગ વધી રહી છે. જેનાથી ફરી તેજીનો માહોલ જોવા મળશે. જેનો ફાયદો સ્મોલ-કેપ કંપનીઓને પણ થશે. આર્થિક આંકડામાં સુધારો થવાની સાથોસાથ કંપનીઓના કોર્પોરેટ નફામાં પણ સુધારો થાય તેવી આશા સેવવામાં આવે છે.
PGIM India Mutual Fundના CEO અજિત મેનનનું કહેવું છે કે, સ્મોલ કેપ સેગમેન્ટમાં નોંધાયેલી કંપનીઓ પાસે વિકાસનો સૌથી વધુ લાભ હશે. કોર્પોરેટ આવકમાં મહત્વપૂર્ણ સુધારો, અલગ અલગ ક્ષેત્ર સાથે મળી સરકાર દ્વારા PLI યોજનાઓ દ્વારા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો, ઓછા ટેક્સ સહિતના પગલાંની આવનારા મહિનાઓમાં અપેક્ષિત અસર પડશે, જેનો લાભ સ્મોલ-કેપ્સને થશે. તેથી આ રોકાણોની તકોનો લાભ મેળવવા અમે PGIM ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ શરૂ કર્યું છે. જેનો હેતુ રોકાણકારોને બાંધકામ, કાપડ, રિયલ એસ્ટેટ, કેમિકલ અને એગ્રોકેમિકલ્સ, ઔદ્યોગિક, કાગળ જેવી વ્યાપારિક શ્રેણીમાં રોકાણ કરવાની તક આપીને આ ક્ષેત્રના વિકાસનો લાભ આપવાનો અને લાર્જ-કેપ્સમાં રોકાણોને સીમિત કરવાનો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર