EPFOની વેબસાઇટ પરથી ઓનલાઇન પૈસા ઉપાડવા કે ટ્રાન્સફર કરવાનું હવે ભારત સરકાર દ્વારા સંચાલિત એમ્પ્લોય પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન (Employees’ Provident Fund Organisation) દ્વારા શક્ય બનાવાયું છે. ભારતમાં દર મહિને તમામ કર્મચારીઓને તેમના કુલ પગારમાંથી 12 ટકા પીએફ (PF) તરીકે આ ફંડમાં આપવાનું રહે છે. કર્મચારીઓ દ્વારા આ ફંડમાં કરવામાં આવેલ કન્ટ્રીબ્યુશન પરનું વ્યાજ તેમના આ ઇપીએફ એકાઉન્ટ (EPF Account)માં જમા કરવામાં આવે છે અને અમુક શરતો સાથે તેને ઉપાડી શકાય છે.
ભારતમાં કર્મચારીઓને સેવિંગ (Savings), પેન્શન (Pension) અને વીમા (Insurance)નો લાભ આ ભંડોળ દ્વારા મળે છે. કોઇ પણ કામદાર જે તેના રિટાયરમેન્ટ (Retirement) બાદ કે પછી કોઇ નોકરી છોડ્યાના 2 મહિના સુધી બેરોજગાર (Unemployed) રહેવા પર આ ફંડની સંપૂર્ણ રકમ ઇપીએફ ખાતામાંથી ઉપાડી શકે છે. EPFO અમુક સંજોગોમાં જેમ કે લગ્ન, મેડિકલ ઇમરજન્સી, કોઇ આફત કે પછી ઘરના રિનોવેશન માટે અડધી રકમ ઉપાડવાની જોગવાઇ છે.
ઓટીપી સબમિટ કર્યા બાદ તમે જે હેતુ માટે પીએફ ક્લેઇમ કરવા માંગો છો, તે અંગેના સ્કેન ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાનું કહેશે. યુનિફાઇડ પોર્ટલના એમ્પ્લોયર ઇન્ટરફેસને એક્સેસ કરીને જે-તે કર્મચારીને ઇપીએફ ટ્રાન્સફર કરવાનું ડિજીટલ એપ્રુવલ મળશે. તમારા EPF સાથે લિંક્ડ બેન્ક એકાઉન્ટમાં પૈસા આવતા લગભગ 15-20 દિવસ લાગશે.
ઇપીએફઓ દ્વારા આ માહિતી તેના ઓફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. ઇપીએફઓ કર્મચારીની નિવૃત્તિ બાદ તેની નાણાંકીય સુરક્ષા માટે પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન જમા કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર