Home /News /business /EPFO: કર્મચારીઓને જલ્દી મળી શકે છે મોટી ખુશખબરી, જાણો સરકારની શું છે યોજના
EPFO: કર્મચારીઓને જલ્દી મળી શકે છે મોટી ખુશખબરી, જાણો સરકારની શું છે યોજના
કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે ઇપીએફઓની સીબીટીની બેઠક માર્ચમાં ગુવાહાટીમાં યોજાશે
PF Update - સીબીટી તરફથી વ્યાજ દર પર નિર્ણય કર્યા પછી તેને વિત્ત મંત્રાલયની મંજૂરી માટે મોકલવામાં આવે છે. જ્યાથી મંજૂરી પછી વ્યાજ દર નક્કી કરવામાં આવે છે
નવી દિલ્હી : સતત વધી રહેલી મોંઘવારીને જોતા નોકરીયાતને રાહત આપવા માટે સરકાર પીએફ પર વ્યાજ દરોમાં (PF Interest rates)વધારો કરી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના (EPFO) સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) ની આગામી મહિને એટલે કે માર્ચમાં યોજાનારી બેઠકમાં 2021-22 માટે પીએફ જમા (PF)પર વ્યાજ દરોનો નિર્ણય લેવાઇ શકે છે. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં 2021-22 માટે પીએફ જમા પર મળનાર વ્યાજ દર (Interest rates)વધારવામાં આવી શકે છે.
કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે ઇપીએફઓની સીબીટીની બેઠક માર્ચમાં ગુવાહાટીમાં યોજાશે. જેમાં 2021-22 માટે વ્યાજ દરો નક્કી કરવાનો પ્રસ્તાવ સૂચિબદ્ધ છે. એ પૂછવા પર કે શું ઇપીએફઓ 2021-22 માટે પણ 2020-21ની જેમ 8.5 ટકા વ્યાજ દર યથાવત્ રાખશે. તેના પર સીબીટીના પ્રમુખ યાદવે કહ્યું કે આ નિર્ણય આગામી વિત્ત વર્ષ માટે આવકના અંદાજના આધારે લેવામાં આવશે.
સીબીટીએ માર્ચ 2021માં 2020-21 માટે ઇપીએફ જમા પર 8.5 ટકા વ્યાજ દર નિર્ધારિત કર્યા હતા. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ઓક્ટોબર 2021માં તેને મંજૂર કર્યા હતા. આ પછી ઇપીએફઓએ પોતાના ફીલ્ડ કાર્યાલયોને અંશધારકોના ખાતામાં 2020-21 માટે 8.5 ટકા વ્યાજ નાખવાનો નિર્દેશ આપ્યો હતો.
વિત્ત મંત્રાલયની મંજૂરી જરૂરી
સીબીટી તરફથી વ્યાજ દર પર નિર્ણય કર્યા પછી તેને વિત્ત મંત્રાલયની મંજૂરી માટે મોકલવામાં આવે છે. જ્યાથી મંજૂરી પછી વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. 2022માં ઇપીએફઓએ ભવિષ્ય નિધિ જમા પર વ્યાજ દરને ઘટાડીને 2019-20 માટે 8.5 ટકા કરી સાત વર્ષના નીચલા સ્તરે લાવવામાં આવ્યો હતો.
2019-20 - 8.50 ટકા 2018-19 - 8.60 ટકા 2017-18 - 8.55 ટકા 2016-17 - 8.65 ટકા 2015-16 - 8.80 ટકા 2014-15 - 8.75 ટકા
ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરો
EPFO કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. EPF પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે. આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
>> આ માટે તમારે EPFO પર જવાનું રહેશે
>> ત્યારબાદ Employee Centric Services પર ક્લિક કરો
>> હવે View Passbook પર ક્લિક કરો
>> પાસબુક જોવા માટે UANથી Login કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર