Home /News /business /

PF નિયમ: તમારા EPF એકાઉન્ટ પર મળી શકે છે રૂ. 7 લાખનો ફાયદો, જાણો કઇ રીતે

PF નિયમ: તમારા EPF એકાઉન્ટ પર મળી શકે છે રૂ. 7 લાખનો ફાયદો, જાણો કઇ રીતે

ઈપીએફ એકાઉન્ટના અન્ય ફાયદા

PF Rule Change: ઇપીએફઓએ હાલમાં જ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં EDIL ઇન્સ્યોરન્સ સ્કીમના ફાયદા (Benefits of Insurance Scheme) વિશે લોકોને જણાવ્યું હતું.

મુંબઈ: પગારદાર કર્મચારીઓ (Salaried Employees) માટે વિશ્વાસપાત્ર રોકાણ યોજના હોવાની સાથે ઇપીએફ (EPF Investment) અન્ય ઘણા લાભ (Benefits) પણ આપે છે. તે પૈકી સૌથી મોટો અને મહત્ત્વનો ફાયદો છે કે, કોઇ પણ પ્રકારના પ્રીમિયમ વગર ઇપીએફઓ એકાઉન્ટ ધારકોને ઇન્શ્યોરન્સ સ્કીમ (EPF Insurance Scheme Benefits)નો લાભ મળી શકે છે. એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ (Linked Insurance) અથવા ઈડીએલઆઈ સ્કીમ (EDIL Scheme), 1976 હેઠળ ભવિષ્ય નિધિ ખાતા ધારકો (EPFO Members) કોઈપણ પ્રીમિયમ ચૂકવ્યા વિના રૂ. 7 લાખ સુધીના જીવન વીમાનો લાભ (Life Insurance Benefits) મેળવી શકે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા સંચાલિત આ સુવિધા દરેક PF ખાતાધારક માટે ઉપલબ્ધ છે. EDLI યોજના હેઠળની સુવિધાઓ માત્ર વીમા લાભો સુધી મર્યાદિત નથી, પરંતુ વિવિધ અન્ય લાભો પણ મળે છે. ઇપીએફઓએ હાલમાં જ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં EDIL ઇન્સ્યોરન્સ સ્કીમના ફાયદા (Benefits of Insurance Scheme) વિશે લોકોને જણાવ્યું હતું.

વીમાના લાભ

પીએફ ખાતાધારકના કાર્યકાળ દરમિયાન EPF સભ્યના મૃત્યુની સ્થિતિમાં કાનૂની વારસદાર અથવા નોમિનીને રૂ. 7 લાખ સુધીના લાભ ચૂકવવામાં આવશે. આપને જણાવી દઇએ કે, એપ્રિલ 2021 થી લાભોની મર્યાદા 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે.

ન્યૂનતમ લાભ

EDLI યોજના 1976 હેઠળ લઘુત્તમ લાભ રૂ. 2.5 લાખ છે, જો કે કર્મચારી તેમના મૃત્યુના ઓછામાં ઓછા 12 મહિના સુધી સતત કાર્ય કરતો હોવો જોઇએ.

રૂ. 7 લાખ સુધીના મહત્તમ લાભો

કર્મચારીઓએ વીમા યોજનાના લાભ મેળવવા માટે કોઈ પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. EPF/PF ખાતાધારકો માટે તે મફત છે. આ વીમા યોજના માટેનું પ્રીમિયમ એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવે છે, જે રૂ. 15,000ની મર્યાદા સાથે માસિક વેતનના 0.50 ટકા છે.

આ પણ વાંચો: EPFO: PF અકાઉન્ટ સાથે જોડાયેલા આ ફાયદા જાણી આપ પણ થઈ જશો ખુશ

પીએફ/ઇપીએફ ખાતા ધારકો માટે ઓટો-એનરોલમેન્ટ

EPFO મેમ્બર્સએ આ સ્કીમ માટે અલગથી સાઇન અપ કરવાની જરૂર નથી. તેઓ EPFO મેમ્બર અથવા સબ્સ્ક્રાઇબર બની જાય પછી તેઓ EDLI યોજનાના લાભ મેળવવા માટે લાયક બની જાય છે.

બેંક દ્વારા ટ્રાન્સફર

EDLI યોજનાના લાભો નોમિની અથવા કર્મચારીના કાનૂની વારસદારના બેંક ખાતા સાથે સીધા જોડાયેલા હોય છે. EPf ખાતા ધારકોના મૃત્યુના કિસ્સામાં, લાભો સીધા આ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

જોકે, યોજનાના નોમિની અથવા કાનૂની વારસદારના લાભોના મેળવવા માટે ફોર્મ 51F ભરીને EPFOમાં સબમિટ કરવું પડશે. આ અંગે વધુ જાણકારી તમે ઇપીએફઓની ઓફિશ્યલ વેબસાઇટ પર મેળવી શકો છો.
First published:

Tags: Epf, Insurance, Investment, PF

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन